‘કપિલને પણ પાકિસ્તાન મોકલો’ સિદ્ધુને સમર્થન કરવા પર કપિલ શર્માનો બહિષ્કાર

ફરી એકવાર કપિલ શર્મા શૉ પર સંકટના વાદળો છવાઇ ગયા છે. તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ શૉના ઑલ ટાઇમ ફેવરેટ ગેસ્ટ નવજોત સિંહ સિદ્ધુએ જે નિવેદન આપ્યું તેના માટે તેમની સખત આલોચના થઇ છે. સોશિયલ મીડિયા પર સિદ્ધુને બૉયકૉટ કરવાની લહેર ઉઠી હતી.  હજુ તો સિદ્ધુનો મામલો શાંત પડ્યો નથી તેવામાં કપિલ શર્માનો બૉયકૉટ કરવાની ચર્ચા થઇ રહી છે.

હકીકતમાં કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સિદ્ધુને આ મામલે સપોર્ટ કરવાની વાત કરી રહ્યો છે. આ કારણે કપિલ પર સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા છે અને તેને બૉયકૉટ કરવાની વાતો થવા લાગી છે.

હકીકતમાં  કપિલે જણાવ્યું કે આ બધી નાની-નાની વાતો છે, તેને બૅન કરી દો, તેને હટાવી દો. જો સિદ્ધુજીને શૉમાંથી બહાર કરવાથી આ સમસ્યાનું નિવારણ આવતું હોત તો તે પોતે એટલા સમજદાર છે કે પોતે જ ચાલ્યાં ગયાં હોત. હેશટેગ ચલાવી દે છે, બૉયકૉટ સિદ્ધુ અથવા બૉયકૉટ કપિલ શર્મા શૉ. મને લાગે છે કે મુદ્દાની વાત કરો અને જો હકીકતમાં સમસ્યા હોય તો તેના પર ફોકસ કરો. અહીં-તહીં ન ભટકો. તમે લોકો યુથનું ધ્યાન ડાયવર્ટ કરી રહ્યાં છો જેથી આપણે અસલી મુદ્દા પરથી હટી જઇએ.

કપિલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા છે. એક યુઝરે લખ્યું કે, કપિલ શર્મા ખુલીને આતંકી સમર્થક સિદ્ધુને સપોર્ટ કરી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે કપિલને બૉયકૉટ કરવાનો.

અન્ય એક યુઝરે લખ્યું કે, આને જુઓ, એક જોકરની જેમ વાત કરી રહ્યો છે. તેના અવાજમાં કેટલો ઘમંડ છે અને શહીદ થયેલા આટલા જવાનો માટે કોઇ દુખ નથી. ઘૃણાસ્પદ.

કોઇએ લખ્યું કે, કપિલનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તેને પોતાના એન્ટી નેશનલ ગુરુ સાથે પાકિસ્તાન મોકલો.

જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ એક નિવેદનના કારણે નવજોત સિંહ સિદ્ધુની સખત આલોચના થઇ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ધ કપિલ શર્મા શૉમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આવું પ્રશંસકો દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલા અભિયાન બાદ થયું હતુ. હવે પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી સિદ્ધુએ શૉમાંથી બહાર થવાના બીજા જ કારણો જણાવ્યાં છે.

એક વાતચીતમાં નવજોતે કહ્યું કે, હું મારી રાજકીય જવાબદારીઓ નિભાવવાના કારણે કપિલ શર્માના કેટલાંક શુટનો હિસ્સો બની શકતો ન હતો. મારે વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવાનું હતું જેના કારણે હું શુટિંગ ન કરી શક્યો, તેના પગલે તેમણે બે એપિસોડ માટે મારો રિપ્લેસમેન્ટ શોધી કાઢ્યો. મને શોમાંથી હટાવવા અંગે ચેનલ તરફથી કોઇ ટર્મિનેશન લેટર નથી મળ્યો.

પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થવા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલુ એક નિવેદન તેમની પર જ ભારે પડી ગયુ છે. પુલવામાં હુમલા પર સિદ્ધુએ કહ્યુ હતુ કે, આતંકવાદીઓનો કોઇ દેશ નથી હોતો. તેમણે મુઠ્ઠીભર લોકો માટે પૂરા દેશને જવાબદાર કેવી રીતે ગણી શકાય પ્રકારના નિવેદન આપ્યા હતા. જેના પગલે સિદ્ધુની હકાલપટ્ટી કરાઇ હતી તેવી ખબર મળી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter