ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે ભારત રમી રહ્યું હોય અને સ્લેજિંગનો ઉલ્લેખ થાય નહીં તે શક્ય જ નથી. ભારતના વિકેટકીપર–બેટ્સમેન પાર્થિવ પટેલ પણ ઓસટ્રેલિયામાં સ્લેજિંગનો શિકાર બનેલો છે. તે 2003-04માં પ્રવાસ પર હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના સ્લેજિંગનો શિકાર બન્યો હતો. જોકે પાર્થિવે બદલો પણ લઈ લીધો છે પરંતુ તે માટે તેને 15 વર્ષ લાગ્યા હતા. પાર્થિવ પટેલે કોમેડીયન કપિલ શર્માના શોમાં આ ખુલાસો કર્યો હતો.
કપિલે તેને એમ કહ્યું હતું કે તું જોવામાં તો નાનકડો લાગે છે તો ક્યારેય સ્લેજિંગનો શિકાર બન્યો છું અથવા તો તે ક્યારેય સ્લેજિંગ કર્યું છે. ત્યારે પાર્થિવે કહ્યું હતું કે ઘણી વાર. મેં પણ ઘણી વાર સ્લેજિંગ કર્યું છે.
તેણે કહ્યું હતું કે મહાન બેટ્સમેન સ્ટિવ વોની એ અંતિમ ટેસ્ટ હતી અને મેચ સિડનીમાં રમાઈ રહી હતી. મે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે તેણે મને કહ્યું હતું કે તારે મને આદર આપવાની જરૂર છે કેમ કે મેં જ્યારે મારી કરિયર શરૂ કરી ત્યારે તું બાળોતીયામાં હતો.
પાર્થિવે કહ્યું હતું કે સ્ટિવ વોએ 1985માં ડેબ્યુ કર્યું હતું અને એ વર્ષમાં જ મારો જન્મ થયો હતો. ત્યાર -બાદ હું 2018-19માં ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે સ્ટિવ વોનો પુત્ર ઓસ્ટીન કાંગારું ટીમમાં એક્સ્ટ્રા ફિલ્ડર હતો. અમે સિરીઝ જીતી ગયા ત્યાર બાદ તેઓ જઈ રહ્યા હતા ત્યારે ઓસ્ટીન ત્યાંથી પસાર થતો હતો અને મેં તેને 15 વર્ષ અગાઉની આજ વાત કરી હતી.
જે વાત મને સ્ટિવ વોએ કરી હતી તે જ વાત એ દિવસે મેં ઓસ્ટીનને કહી દીધી હતી.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….