GSTV

કપિલ ફરી બન્યો TRP કિંંગ: ધ કપિલ શર્મા શો ને મળી રહ્યો છપ્પરફાડ રીસપોન્સ

ધ કપિલ શર્મા શો પહેલાની જેમ જ નંબર વન પર બનવાની નજીક આવી ગયો છે. અઢળક લોકપ્રિયતા મેળવ્યા બાદ ફરીથી ચાલુ થયેલો કપિલ શર્મા શોને લોકચાહના મળી રહી છે. જે તેની ટીઆરપી પરથી જાણી શકાય છે. બાર્કની 16માં સપ્તાહની ટીઆરપી રેટિંગમાં ઘણાં ફેરફારો જોવા મળ્યા છે.

નંબર 1 પર રહ્યો ધ કપિલ શર્મા શો

કપિલ શર્મા શો આ રેટિંગમાં બધી ચેનલોમાં નંબર 1 પર બની ગયો છે. અમુક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ કલંકની સ્ટારકાસ્ટવાળો વિકેન્ડ એપિસોડ ધમાકેદાર રહ્યો છે. આ એપિસોડને સારી રેટિંગ મળી છે. જેના કારણે શોને નંબર વન પર આવવાની તક મળી છે.શોને નંબર વન રેટિંગ મળ્યા બાદ કીકૂ શારદાએ આ ખુશી પોતાના ફેન સાથે શેર કરતા ટ્વીટર પર મુકીને ટીમને શુભકામના પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન આ શોને પ્રોડ્યુસ કરી રહ્યા છે.શોમાં દર સપ્તાહે નામાંકિત કલાકારો આવે છે.

બીજો નંબર પર કુમકુમ ભાગ્ય

એક્તા કપૂરનો શો કુમકુમ ભાગ્ય લીપના ફોર્મમાં પરત ફર્યો છે. ટીઆરપી રેટિંગમાં આ સીરિયલ બીજા નંબરે છે. અભિ-પ્રજ્ઞાના સંબંધોને તેની દિકરીઓ આસપાસ ફરતી સ્ટોરી છે. લીપ પછી આ શોને નવી એનર્જી મળી છે, એઠલે દર્શકોને વાર્તામાં રસ પડવા લાગ્યો છે.

ત્રીજા નંબર પર સુપર ડાન્સર ચેપ્ટર 3

ત્રીજા નંબર પર ડાન્સ રિયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર 3 રહ્યો છે. શોમાં ભાગ લેનારના નૃત્યનો હુનર દર્શકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વિકેન્ડ શોમાં રવિના ટંડન જોવા મળશે. શિલ્પા શેટ્ટી અને રવિનાની રી-યૂનિયન દર્શકોને ખુલ એન્ટરટેઈન કરશે.

ત્રીજા નંબર પર કુલ્ફી કુમાર બાજેવાલા

સ્ટાર પ્લસની ડેઈલી સોપ સીરિયલ કુલ્ફી કુમાપ બાજેવાલા આર્બન રેટિંગમાં ચોથા નંબર પર આવી છે. પિતા-પુત્રીના પ્રેમને દર્શાવતી આ સીરિયલની ટીઆરપી શરૂઆતથી જ સારા રેટિંગ મેળવી રહી છે. શોમાં આવી રહેલા ટ્વીટ્સ એન્ડ ટર્ન્સ વાર્તાને રોમાંચક બનાવી રહ્યા છે.

પાંચમાં નંબર પર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

સ્ટાર પ્લસ પર ઘણા સમયથી આવતી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈને પાંચમાં નંબર પર રહી છે. કાર્તિક-નાયરા વચ્ચે ચાલી રહેલી વાર્તામાં દર્શકોને આ શો સાથે જોડી રાખવામાં સફળ રહી છે.

Read Also

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!