GSTV
Entertainment Television

કપિલ શર્મા શો/ અર્ચના પૂરન સિંહ ખુરશી પર બેસીને હસવાના લે છે આટલા રૂપિયા, ફી જાણીને તમારા હોશ ઊડી જશે

‘ધ કપિલ શર્મા શો’ એક શ્રેષ્ઠ કોમડી શો છે. કપિલ શર્માની મસ્તી અને અર્ચના પુરન સિંહની હંસી બંને કોમેડી શોની જાન છે. કપિલ શર્મા તેના જોક્સ અને લોકોના ટાંટિયા ખેંચી હસાવે છે, ત્યારે અર્ચના પૂરન સિંહ એક ખુરશી પર બેસીને ક્યારે જોરશોરથી હતી જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો અર્ચના પૂરન સિંહ કોમેડી શોમાં આ રીતે હસવાની કેટલી ફી લે છે.

અર્ચના પૂરન સિંહની ફી જાણી ઉડી જશે હોશ

અર્ચના પૂરન સિંહને આમ તો શોમાં ખુરશી પર બેસીને હસવાનું જ કામ છે. પરંતુ તેમના એક એપિસોડની ફી તમારા વર્ષભરના પગાર બરાબર છે. રિપોર્ટ અનુસાર અર્ચના પૂરન સિંહ કપિલ શર્મા શોમાં એક એપિસોડ માટે લગભગ 10 લાખ રૂપિયા લે છે. રિપોર્ટ અનુસાર કપિલ શર્મા શોના ત્રીજા સીઝનમાં અર્ચનાએ ફી રૂપે 8 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો.

કપિલ શર્માની ફી જાણીને લાગશે ઝાટકો

‘ધ કપિલ શર્મા શો’ માં કોમેડિયન કપિલ શર્મા લીડ તરીકે જોવા મળે છે. રિપોર્ટ અનુસાર કપિલ શર્મા કોમેડી શોને હોસ્ટ કરવા માટે 30-35 લાખ રૂપિયા ચાર્જ લે છે. અન્ય રિપોર્ટમાં કપિલની ફી 50 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ પણ બતાવવામાં આવી છે. થોડી મિનીટોના સેગમેંટમાં પોતાની એક્ટિંગ અને જોક્સથી લોકોનું દિલ જીતનારી કિકુ શારદા એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા ચાર્જ લે છે. એટલે એક અઠવાડિયામાં બે એપિસોડ પર તે 10 લાખ રૂપિયા કમાવી લે છે.

READ ALSO

Related posts

સિદ્ધાર્થ-કિયારા બાદ બોલીવુડનું આ સ્ટાર કપલ પ્રભુતામાં પગલા પાડશે

GSTV Web Desk

શાહરૂખ ખાનની ‘પઠાણ’ એ આમિર ખાનની ‘દંગલ’નો 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો અને સૌથી વધુ કમાણી કરનાર બની !

Hina Vaja

ધક ધક ગર્લ માધુરી દિક્ષીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

Siddhi Sheth
GSTV