GSTV
Home » News » કપિલ શર્મના શોમાં અનુપમે કર્યો ખુલાસો, ફિલ્મ કરિયરની શરૂઆત પહેલાના કેવા હતા દિવસો

કપિલ શર્મના શોમાં અનુપમે કર્યો ખુલાસો, ફિલ્મ કરિયરની શરૂઆત પહેલાના કેવા હતા દિવસો

અનુપમ ખેર અને ઈશા ગુપ્તા કપિલ શર્માના શોમાં હાજરી આપી હતી. આ સાથે કપિલે પણ બંને સાથે ખૂબ મસ્તી કરી હતી. ત્યારે અનુપમે તેના ફિલ્મી કરિયરમાં જે સંઘર્ષ કર્યો તેની વાત કરી હતી. તે શરૂઆતના દિવસોમાં રેલવે સ્ટેશન પર સૂઈ જતો હતો. એટલું જ નહીં સારો દેખાવ પણ નહોતો તેના કારણે પણ કોઈ કામ નહોતું આપતું.

અનુપમે તેના સંઘર્ષના દિવસો યાદ કરતાં કહ્યું કે, જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે પૈસા નહોતા. તે દરમિયાન હું રેલવે સ્ટેશન પર સૂઈ જતો હતો. કારણ કે મારો દેખાવ સારો નહોતો માટે મને ત્રણ વર્ષ સુધી કામ નહોતું મળ્યું. જ્યારે હું મહેશ ભટ્ટને મળ્યો ત્યારે મને કામ આપવા માટે તૈયાર થઈ ગયા.

તેમને ખ્યાલ આવ્યો કે હું સારો એક્ટર છું. મૈં તેમને કહ્યું કે, સારો નહીં એક બ્રિલિયન્ટ એક્ટર છું. તેમણે મારા કોન્ફિડન્સને જોયો અને સારાંશ ફિલ્મમાં કામ કરવાની તક આપી. કપિલ શર્માએ બંને સ્ટાર્સને પૂછ્યું કે તેમને પોતાની લાઈફમાં કંઈક બદલવાની તક મળે તો શું કરે? અનુપમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે, જ્યારે તે બાળક હતા સારો વિદ્યાર્થી હતો.

સ્પોર્ટસ પણ તેમને એટલું પસંદ નહોતું. હકીકતમાં તેમને કોઈ વાતનો પસ્તાવો નથી તો પણ તે પોતાના બાળપણમાં જવા માગે છે, અને રુચિને બદલવા માગે છે. ત્યારબાદ ઈશા ગુપ્તાએ કહ્યું કે, એક્ટિંગ કર્યા પહેલાં તે લોયર બનવા માગતી હતી. જો તેને જીવનમાં પાછળ જવાની તક મળે તો તે પોતાની એક્ટિંગ પર વધુ ફોકસ કરશે.

Read Also

Related posts

ઇન્કમટેક્ષ રિટર્ન મામલે લેવાયો મોટો નિર્ણય, સમય વધતાં હવે છે આ છેલ્લી તારીખ

Path Shah

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!