GSTV
Home » News » કપિલ શર્મા લઇને આવી રહ્યો છે નવો શો, શુટ કર્યો શોનો પ્રોમો

કપિલ શર્મા લઇને આવી રહ્યો છે નવો શો, શુટ કર્યો શોનો પ્રોમો

ટેલિવિઝન પર કોમેડી કિંગ ગણાતા કોમેડિયન કપિલ શર્મા પાછલાં ઘણાં સમયથી ટીવીના પડદાની સાથે સાથે લાઇમલાઇટથી પણ દૂર છે. ગત વર્ષે ટીવી શો બંધ કરીને પોતાની ફિલ્મના પ્રમોશન અને રિલિઝમા વ્યસ્ત રહેલો કપિલ ટૂંક સમયમાં ટેલિવિઝન પર પરત ફરશે. તાજેતરમાં જ તેણે પોચાના આ શોનો પ્રોમો શૂટ કર્યો છે. આ શોના પહેલા પ્રોમોમાં આ શોની ટીમ હેલિકોપ્ટરમાં જોવા મળી હતી તો હવે કપિલ મુંબઇના ઓટો રિક્શા અને બસમાં લટકતો જોવા મળી રહ્યો છે.

કપિલ શર્માનો આ નવો શો સોની ચેનલ પર શરૂ થશે. આ શો માર્ચ મહિનામાં ઓન એર થાય તેવી શક્યતા છે. આ શોનું ટાઇટલ શું હશે તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે  આ શોમાં કપિલ અને સુનિલ ગ્રોવર સાથે જોવા મળશે. જો તેવું બનશે તો તેમના ફેન્સ માટે આ એક મોટી ખુશખબર છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં શો કરીને પરત ફરતી વખતે ફ્લાઇટમાં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી અને તે પછી સુનિલે શો છોડી દીધો હતો. તે પછી શોની અન્ય કાસ્ટે પણ કપિલનો સાથે છોડી દીધો હતો. અંતે આ શોની ટીઆરપી ઘટી જવાથી શો બંધ કરવાની ફરજ પડી હતી. તે પછી કપિલ શર્માની ફિલ્મ ફિરંગી રિલિઝ થઇ હતી પરંતુ ત્ની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પટકાઇ હતી.

Related posts

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!