કપિલ શર્માએ કહ્યુ કે હું એ જ કરીશ જે ગિન્ની કહેશે, કારણ કે…

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા ઘણા લાંબા સમયથી વિવાદમાં છે. અને હવે તેના લગ્નનાં સમાચાર આવી રહ્યાં છે. તેમજ ટીવી પર પણ પાછો કમબેક કરવાનો છે. ડિસેમ્બરમાં કપિલ તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરશે અને ડિસેમ્બરમાં તેનો નવો શો પણ ધુમ મચાવા જઈ રહ્યો છે.

‘બોમ્બે ટાઇમ્સ’ સાથે વાત કરતા કપિલે તેના ફરીથી ટીવીમાં આવવા બાબતે કહ્યું કે “મેં કોઈને મારી નથી નાખ્યો કે હું પાછો ન આવું?” તે સમયે મારી સાથે બધું જ ખોટું થઈ રહ્યું હતું હવે લોકોએ મને મારા ફરીથી આવવા વિશે પૂછવાનું શરૂ કર્યું છે. ‘ આ વાતચીત દરમિયાન કપિલની પત્ની ગિન્ની પણ હાજર હતી.

ગિન્ની વિશે કપિલે કહ્યું કે ‘તે ખૂબ આધ્યાત્મિક છે. તે ખૂબ ભક્તિ કરે છે અને મારા માટે પ્રાર્થના પણ કરે છે. મારા સારા માટે તે હંમેશાં મારી નજીકમાં રહે છે. હું હંમેશાં એમ જ કરીશ જેમ ગિન્ની કહેશે, કારણ કે મને ખબર છે કે તે હંમેશાં સાચી છે અને સમજી વિચારીને નિર્ણય લે છે. ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter