GSTV
Home » News » 5000 ગેસ્ટની ભીડ સામે જોયું તો તેમાંથી તો હું ફક્ત 40-50ને જ ઓળખતો હતો, કપિલે લગ્નને લઈને ખોલ્યા ફની રાઝ

5000 ગેસ્ટની ભીડ સામે જોયું તો તેમાંથી તો હું ફક્ત 40-50ને જ ઓળખતો હતો, કપિલે લગ્નને લઈને ખોલ્યા ફની રાઝ

Sunil Grover

કોમેડી કિંગ કપિલ શર્માએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. કપિલ શર્માના લગ્નમાં ખૂબ ધમાલ હતી. ટીવીના સ્ટાર્સ પણ કપિલના લગ્નમાં હાજર રહ્યા હતા. પોતાના લગ્ન વિશે વાત કરતા કપિલે ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે તેના લગ્નમાં 5000 લોકોએ હાજરી આપી હતી. તેમાંથી તે અમુક લોકોને જ ઓળખતો હતો.

કપિલ શર્માએ જણાવ્યું,- ‘મને નથી ખબર કે મારા લગ્નમાં આટલા બધા લોકો ક્યાંથી આવી ગયા. મારા લગ્નનું વેન્યુ 5000 લોકોથી ખચાખચ ભરાયેલું હતું. પરંતુ જ્યારે મેં ભીડની સામે જોયું તો ફક્ત 40-50 લોકો જ એવા હતા જેને હું પર્સનલી ઓળખતો હતો.’ આ પહેલા પણ કપિલ પોતાના લગ્નને લઈને અમુક એવી વાતો શેર કરી ચુક્યો છે જે પહેલા કોઈએ સાંભળી ન હતી.

તમને જણાવી દઈએ કે કપિલ શર્માના અપકમિંગ એપિસોડમાં બેડમિંટન પ્લેયર સાઈના નેહવાલ પોતાના પતિ સાથે જોવા મળશે. શૂટ વખતે કપિલે પોતાના લગ્ન અને જીવન સાથે જોડાયેલી વાતો કરી છે.

લગ્ન પર કમેન્ટ કરતા કપિલ શર્માએ જણાવ્યું કે- ‘તમને ખબર છે, સાઈના અને કશ્યપના લાગ્નમાં ફક્ત 40 લોકોએ હાજર રહ્યા હતા. જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કાના શર્માના લગ્નમાં પણ તેમણે 40 લોકોને હોસ્ટ કર્યા હતા. આવું જ કંઈક દીપિકાના લગ્નમાં પણ થયું હતું. હું એ જાણવા માંગું છું કે શું ત્રણેય લગ્નમાં એ જ 40 લોકો ગયા હતા? ’

View this post on Instagram

🙏

A post shared by Kapil Sharma (@kapilsharma) on

લગ્ન બાદ કપિલ શર્મા શોએ ટીવી પર ધમાકેદાર વાપસી કરી છે. આ વખતે કપિલનો શો સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. કપિલના શોને સારી ટીઆરપી મળી રહી છે. કપિલ પર્સનલી અને પ્રોફેશનલી સારુ કરી રહ્યા છે. દરેક વીક એન્ડવા શોમાં મોટા સ્ટાર્સ આવે છે.

Read Also

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!