GSTV

કપિલ શર્માએ મૌન તોડ્યું, ભીષ્મ પિતામહ મુકેશ ખન્નાને આપ્યો જવાબ

Last Updated on October 20, 2020 by Mansi Patel

કોમેડિયન કપિલ શર્માએ આખરે મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલા મુકેશ ખન્નાને જવાબ આપી દીધો છે. મુકેસ ખન્નાએ કપિલ શર્મા શો અંગે આકરી વાતો કરી હતી તેણે આ શોની આકરી ટીકા કરી હતી. એટલે સુધી કે મુકેશ ખન્નાએ આ શોને અશ્લિલ પણ કહી દીધો હતો. હવે કપિલ શર્માએ આ બાબતનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું હતું કે મારી આખી ટીમ લોકોને હસાવવા માટે ઘણી મહેનત કરતી હોય છે. હું મારા કામ પર ફોકસ કરું છું અને આમ જ કરતો રહીશ.

તાજેતરમાં જ મહાભારતની ટીમ કપિલ શર્માના શોમાં પહોંચી હતી. જોકે તેમાં  મુકેશ ખન્ના ગેરહાજર હતા. આ અંગે તેમના ફેન્સે કારણ પૂછ્યું તો મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મને આથી વધારે વાહિયાત શો કોઈ લાગ્યો નથી. આ શોમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ થાય છે અને તે અશ્લિલતાથી ભરપુર શો છે. તેમાં પુરુષ મહિલાઓના કપડા પહેરે છે અને હલકી હરકતો કરે છે તથા લોકો હસે છે.

મુકેશ ખન્નાની આ વાત પર કપિલ શર્માએ તાત્કાલિક તો કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ હવે પોતાના રિએક્શન આપતાં જણાવ્યું હતું કે આજે સમગ્ર દુનિયા મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે મનોરંજન જરૂરી છે. હસવું અને હસાવવું જરૂરી છે. તમારે કઈ વાતમાંથી ખુશી શોધવી છે અને કઈ વાતમાંથી ખામી શોધવી છે તે દરેક માનવી પર આધાર રાખે છે. મેં ખુશી પસંદ કરી છે અને હું મારા કામ પર ફોકસ કરું છું.

આ જ મામલે મહાભારતના યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર ચૌહાણે પણ મુકેશ ખન્નાની ટીકા કરી હતી. કપિલ શર્માએ તાજેતરમાં જ પોતાની એક વેબ સિરીઝ પૂરી કરી છે જે માટે તેણે 20 કરોડ રૂપિયાની ફી લીધી હતી. જોકે આ સિરીઝ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

READ ALSO

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!