GSTV
Home » News » કપિલ શર્માની ધમાકેદાર વાપસી, 12 ઓક્ટોબરે આ અંદાજમાં કરશે કમબૅક

કપિલ શર્માની ધમાકેદાર વાપસી, 12 ઓક્ટોબરે આ અંદાજમાં કરશે કમબૅક

દેશના કોમેડી કિંગ તરીકે મશહુર કપિલ શર્મા હાલ લાઈમલાઈટથી દૂર ચાલી રહ્યાં છે. કેટલાક દીવસોથી કપિલના વિશે કોઈ ન્યુઝ નથી. પરંતુ તેમના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.  તેમના ફેન્સ લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા છે. ટીવી પર કોમેડિયનના રૂપમાં લોકપ્રિયતા મેળવી ચૂકેલા કપિલ શર્મા હવે ફિલ્મ પ્રોડક્શનમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. કપિલે પોતે આ વાતની જાણકારી ટ્વીટર પર આપી છે. કપિલ ફિલ્મ ‘સન ઓફ મંજીત સિંહ’ લઈને આવી રહ્યો છે.

આ ફિલ્મને તેણે સુમિત સિંહ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 12 ઓક્ટોબર રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર વિક્રમ ગ્રોવર છે. કપિલે ટ્વીટ કર્યું કે તેનો ફર્સ્ટ લુક જલ્દી જ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે કપિલ લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર છે. રિપોર્ટ્સ મુજબ તે બીમાર હતો અને વિદેશમાં પોતાની સારવાર કરાવી રહ્યો હતો. જોકે સોશિયલ મીડિયા પર વચ્ચે-વચ્ચે કપિલની કેટલીક તસવીરો આવતી રહી છે જેમાં તે ખૂબ જ ડિપ્રેસ દેખાયો અને તેનું વજન પણ વધેલું નજરે પડી રહ્યું હતું. જાણકારી મુજબ તે પોતાના લૂક પર ખૂબ કામ કરી રહ્યો છે.

કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફેંસ સાથેની ચેટ દરમિયાન કહ્યું હતું કે, ”તે જલ્દી કમબેક કરશે. પણ અત્યારે તેઓ તેમનું રૂટીનને ઠીક કરવાની કોશિશ કરી રહ્યા છે.”

કપિલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીના સૌથી મોટા સફળ કોમેડિયન ગણાય છે. તેમના જુના શો આજે પણ ટીવી પર ઓનએર થાય છે. એવામાં તેમના નવા પ્રોજેક્ટનો ફેંસ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોમેડિયન સુનિલ ગ્રોવર સાથે બોલાચાલી થયા બાદ ‘ધ કપિલ શર્મા શો’ને બંધ કરી દેવામાં આવ્યો છે. એના પછી ‘ફેમીલી ટાઇમ વિથ કપિલ શર્મા’ દ્વારા કપિલે ટીવી પર વાપસી કરી પણ માત્ર થોડા એપિસોડ પછી એ શોને પણ બંધ કરી દેવામાં આવ્યો. એની પહેલા કપિલની બીજી ફિલ્મ ‘ફિરંગી’ પણ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી. ઉલ્લેખનીય છે કે કપિલ હાલમાં તેની કારકિર્દીમાં ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરી રહ્યો છે.

Related posts

ગુલશન કુમારની વહુ આગળ બોલીવુડ અભિનેત્રીઓ પણ પડે છે ફિક્કી, ગ્લેમર ફોટો શેર કરી સોશીયલ મીડિયા પર લગાવી આગ

Ankita Trada

Bigg Boss 13: KRKએ સલમાન ખાન પર સાધ્યું નિશાન, ટ્વીટ કરી કહ્યું તમે પણ…

Ankita Trada

Bigg Boss 13: હિના ખાનની સામે પારસ છાબડાએ રશ્મિદેસાઈને શું કહ્યું કે, ઘરમાં મચ્યો હોબાળો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!