GSTV
Home » News » તમને હસાવવા ફરી આવી રહ્યો છે કોમેડી કિંગ કપિલ શર્મા, આ છે નવો પ્રોજેક્ટ

તમને હસાવવા ફરી આવી રહ્યો છે કોમેડી કિંગ કપિલ શર્મા, આ છે નવો પ્રોજેક્ટ

દેશના કોમેડી કિંગ તરીકે મશહુર કપિલ શર્મા હાલ લાઈમલાઈટથી દૂર ચાલી રહ્યાં છે. કેટલાક દીવસોથી કપિલના વિશે કોઈ ન્યુઝ નથી. પરંતુ તેમના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.  તેમના ફેન્સ લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રીપોર્ટસના અહેવાલ અનુસાર, જો બધું બરાબર રહ્યું તો કપિલ ઓક્ટોબરમાં વાપસી કરશે.

એક રીપોર્ટ અનુસાર ગ્રીસમાં ગર્લફ્રેન્ડ ગીન્ની સાથે હોલીડે બનાવા ગયેલા કપિલ ટૂંક સમયમાં ટીવી પર વાપસી કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. તેમ છતાં તેમનો પ્રોજેક્ટ શું હશે, અને તે કેટલા સમયમાં આવશે આ વિશે કોઈ જ ખુલાસો નથી થયો.

એમતો કેટલાક મહિના પહેલા બંધ થયેલા તેના શૉ ફેમીલી ટાઇમ વિથ કપિલ શર્મા બાદ કોમેડિયનને લઈને ખરાબ વાતો આવી રહી છે. કેટલાક એવા ફોટોઝ સામે આવ્યા છે જેમાં જોઇ શકાય છે કે જેમાં તેમનું વજન વધી ગયું છે. અહેવાલ અનુસાર કપિલ તેમના લુક પર કામ કરી રહ્યા છે. તેઓ જલ્દીથી વજન ઓછુ કરવા માટે ટ્રેનર હાયર કરવાના છે.

કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફેંસ સાથેની ચેટ દરમિયાન કહ્યું હતું કે, ”તે જલ્દી કમબેક કરશે. પણ અત્યારે તેઓ તેમનું રૂટીનને ઠીક કરવાની કોશિશ કરી રહ્યા છે.”

કપિલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીના સૌથી મોટા સફળ કોમેડિયન ગણાય છે. તેમના જુના શો આજે પણ ટીવી પર ઓનએર થાય છે. એવામાં તેમના નવા પ્રોજેક્ટનો ફેંસ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને ખબર હોય તો કોમેડિયન સુનિલ ગ્રોવર સાથે બોલાચાલી થયા બાદ ‘ધ કપિલ શર્મા શો’ને બંધ કરી દેવામાં આવ્યો છે. એના પછી ‘ફેમીલી ટાઇમ વિથ કપિલ શર્મા’ દ્વારા કપિલે ટીવી પર વાપસી કરી પણ માત્ર થોડા એપિસોડ પછી એ શોને પણ બંધ કરી દેવામાં આવ્યો. એની પહેલા કપિલની બીજી ફિલ્મ ‘ફિરંગી’ પણ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી. ઉલ્લેખનીય છે કે કપિલ હાલમાં તેની કારકિર્દીમાં ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરી રહ્યો છે.

Related posts

જ્હોનની પાગલપંતીનું બીજુ ટ્રેલર થયું રિલિઝસ એક્શન અને દમાદાર કોમેડીથી છે ભરપૂર

pratik shah

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

બ્રિટનની લેબર પાર્ટી પર સાઈબર હમલો, કોમ્યુટર સર્વરને ઓફલાઈન કરવાની કરાયો પ્રયત્ન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!