GSTV
Home » News » કપિલ અને સુનિલ ફરીથી એક સાથે કોમેડી કરતા જોવા મળી શકે!

કપિલ અને સુનિલ ફરીથી એક સાથે કોમેડી કરતા જોવા મળી શકે!

આ વર્ષે મેં મહિનામાં ફ્લાઇટમાં થયેલા ઝઘડા બાદ કપિલ શર્મા તથા  સુનિલ ગ્રોવરે એક સાથે કામ કરવાનું બંધ કર્યું હતું.  આ બંનેએ કોમેડીમાં એક સરસ કેમેસ્ટ્રી બનાવી  હતી.

જોકે હવે કપિલ શર્મા એવા પ્રયત્નોમાં છે કે  તે સુનિલ સાથે ફરીથી કામ કરી શકે.  એક વર્તમાન પત્ર સાથે વાત કરતા કપિલે જણાવ્યું હતું કે તે  સુનિલ સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.

સુનિલ આ સમયે કેનેડામાં છે અને કપિલ શર્માએ જણાવ્યું હતું કે  હાલમાં સુનિલ ગ્રોવર કેનેડામાં છે અને તે  પરત આવશે ત્યારે અમે સાથે મળીને નવો શો શરૂ કરીશું.  આશા છે કે અમે સાથે કામ કરીશું.

કપિલનું આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે  કારણ કે  બંનેના ફેન્સ લાંબા સમયથી આ લોકો સાથે આવે તેવી ચર્ચાઓ કરી રહ્યા છે.  સુનિલ અને કપિલના ઝઘડા બાદ ચંદન પ્રભાકર, અલી અસગર, સુગંધા મિશ્રા અને સુનિલે આ શો છોડી દીધો હતો. કપિલે ફ્લાઇટમાં ગુસ્સે થઈને સુનિલને  ગાળો આપી હતી અને ચંપલ માર્યું હતું બાદમાં સુનિલે આ શો છોડી દીધો હતો.

Related posts

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!