GSTV
Home » News » ‘ફિંરગી’ને પ્રમોટ કર્યા પછી ‘ધ કપિલ શર્મા શો’માં પરત ફરીશ: કપિલ

‘ફિંરગી’ને પ્રમોટ કર્યા પછી ‘ધ કપિલ શર્મા શો’માં પરત ફરીશ: કપિલ

કૉમેડિયન-એક્ટર કપિલ શર્મા અત્યારે તેની હેલ્થ પર ફોક્સ કરી રહ્યો છે, અને અત્યારે તે આર્યુવેદિક ટ્રીટમેન્ટ માટે બેંગ્લૂરૂમાં છે. તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, ”એંગ્ઝાઇડી, બ્લડ પ્રેશર અને સુગર પ્રોબ્લેમ્સનો સામનો કરવા માટે મને મેડિકલ હેલ્થની જરૂર હતી.”

કપિલ તેની અપકમિંગ ફિલ્મ ‘ફિરંગી’ના શૂટિંગના કારણે શાહરૂખ ખાન અને બોલિવુડના અન્ય સ્ટાર્સને રાહ જોવડાવી હતી તેવી ચર્ચા ચાલી રહી હતી, આ અંગે તેણે કહ્યુ કે, ફિલ્મ ‘ફિરંગી’નું શૂટિંગ તો માર્ચમાં જ કમ્પલીટ થઇ ગયુ હતુ અને માત્ર એક પ્રમોશનલ વીડિયો અને સોંગ માટે મુંબઇમાં શૂંટિંગ કરવાનું જ બાકી હતુ. હું મારી મહેનતની કમાણીના રૂપિયાથી આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છું. ટીવી શોઝ અને ઇવેન્ટ્સથી મને જ કમાણી થાય છે, તે હું આ ફિલ્મમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું. હું મૂર્ખ નથી કે શાહરૂખ કે અન્ય બોલિવુડના સેલિબ્રેટીની રાહ જોવડાવીને મારી ઇન્કમના બિગેસ્ટ સોર્સને જોખમમાં મુંકુ? સુપરસ્ટાર હોય કે બીજું કોઇ, હું કોઇને રાહ જોવડાવવા માંગતો નથી.”

કપિલ જણાવ્યુ કે, ”સોની ચેનલની સાથે વન્ડરફૂલ રિલેશનશિપ છે. કોઇ બીજી ચેનલ હોત તો મને તે શો ચાલુ રાખવા માટે મારા પર પ્રેશર કરતા, પરંતુ સોનીના બૉસે મને ક્યારે ધમકી આપી નથી, હું એક બીજી એપિસોડ કેન્સલ કરી શકતો ન હતો, તે માટે મેં ચેનલને રિક્વેસ્ટ કરી કે હું બ્રેક લેવા ઇચ્છું છું, તો તે લોકો તૈયાર થઇ ગયા. હું મારો મેડિકલ કોર્સ પૂરો કર્યા પછી જ ફિલ્મનું પ્રમોશન કરીશ અને ત્યારબાદ શોમાં પરત ફરીશ. શોને છોડવાની મારી કોઇ ઇચ્છા નથી.”

કપિલે સુનીલ ગ્રોવર પર જૂતા ફેંક્યાના આરોપને ખોટો ગણાવતા કહ્યુ કે, ”મેં ક્યારે મારા ફ્રેન્ડ પર જૂતા ફેંક્યા થી, હું માનું છું કે હું જ સંપૂર્ણ રીતે ખોટો હતો. તે સમયે હું 50 મુશ્કેલીની વચ્ચે હતો અને કોઇ પણ સિચ્યુએશનની ડિલ ન હતો કરી શકતો, મારી શુભકામના હંમેશા સુનીલની સાથે છે.”

Related posts

Viral: રશ્મિ-સિદ્ધાર્થ વચ્ચેની ગરમા-ગરમી વચ્ચે સામે આવ્યો તેમનો લવ મેકિંગ Video

Bansari

ના હોય! એવું તો શું થયું કે Bigg Boss છોડવા તૈયાર થઇ ગયો સલમાન ખાન!

Bansari

 VIDEO: ગુસ્સામાં હતો બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!