GSTV
Home » News » કપિલ શર્માની GFએ સુનીલ ગ્રોવરને કહ્યુ – ‘નાના ભાઈની વાત માનો અને..’

કપિલ શર્માની GFએ સુનીલ ગ્રોવરને કહ્યુ – ‘નાના ભાઈની વાત માનો અને..’

સુનીલ ગ્રોવરની બર્થ ડે પર કપિલ શર્માની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથે સુનીલની શોમાં પરત ફરવા માટેની રિકવેસ્ટ કરી છે. ગિન્નીએ પોતાના ટ્વિટર પર લખ્યુ કે, ”હેપ્પી બર્થ ડે સુનીલ ગ્રોવર, અમે તમને બહુ મિસ કરીએ છીએ. તમારા નાના ભાઈની વાત માનો અને પાછા આવી જાઓ.”

સુનીલના બર્થ ડે પર કપિલે પણ સુનીલ ગ્રોવરને વિશ કરતા લખ્યુ કે, તમને બર્થ ડેની ખૂબ જ બધી શુભકામનાઓ.. ભગવાન તમને દુનિયાભરને દરેક ખુશી આપે. સુનીલે કપિલના આ ટ્વીટનો રિપ્લાઇ પણ કરતા કહ્યુ, આભાર, ખુશ રહો અને સ્વસ્થ રહો. કપિલ અને સુનીલ વચ્ચેની આ વાતથી લાગી રહ્યુ છે સુનીલ ગમે ત્યારે શોમાં પાછો ફરી શકે છે.

તમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી  વખતે ફ્લાઇટમાં કપિલ-સુનીલ વચ્ચે વિવાદ થયો હતો, જે પછી સુનીલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો. સુનીલ ગ્રોવરના શો છોડ્યા બાદ કપિલના શોની TRPમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ સિવાય વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે કપિલ ડિપ્રેશનને કારણે કપિલની તબિયત લથડી રહી છે..તેથી તેણે બે વખત શોનું શૂટિંગ પણ કેન્સલ કર્યુ હતુ. જો આ વાતનું ખંડન કરતા કહ્યુ કે, તેની અપકમિંગ ફિલ્મ ‘ફિરંગી’ના શૂટિંગને કારણે તેણે જરૂર કરતા વધારે કામ કર્યું અને પોતાની હેલ્થનું બિલકુલ ધ્યાન ન આપ્યું. સતત કામ કરવાને કારણે તેનું બ્લડ પ્રેશર ઘટી ગયુ હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

Related posts

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

Ankita Trada

‘નાની બાળકીને પ્રેગનેન્ટ બનાવી, છોકરીઓ પાસેથી…’ એક્સ બૉયફ્રેન્ડ પર ભડકેલી આ એક્ટ્રેસે કર્યો મોટો ધડાકો

Bansari

બે-પાંચ નહી સિદ્ધાર્થ શુક્લાના જીવનમાં આવી આટલી હસીનાઓ, ઑનસ્ક્રીન સાસુને ડેટ કર્યા બાદ પણ આજે છે કુંવારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!