અમૃતસરમાં કપિલ-ગિન્નીનું પહેલું રિસેપ્શન, સામે આવી તસ્વીર- શું ગુથ્થી રહી હાજર?

કૉમેડિયન કપિલ શર્માએ થોડા દિવસ અગાઉ જ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા. બન્નેએ હિન્દુ અને શિખ રીતી-રીવાજ સાથે લગ્ન કર્યા.

બન્નેએ લગ્ન બાદ અમૃતસરમાં પહેલું રિસેપ્શન આપ્યું. કપિલે અમૃતસરની હોટલ રેડિસન બ્લુમાં વેડિંગ રિસેપ્શન આપ્યું.

બન્નેના રિસેપ્શનની તસ્વીરો સામે આવી છે. તેમાં ગિન્નીએ લાઈટ ગ્રીન કલરની ચોલી પહેરી છે. ત્યાંજ કપિલે મરૂન કલરની શેરવાની પહેરી હતી.

આ પર્ટીમાં કપિલની ફેમિલી ઉપરાંત તેના મિત્રો પણ શામેલ થયા. કપિલના માતા પણ ખૂબ સુંદર લેખાઈ રહ્યા હતા.

કપિલના ભાઈ અશોક વર્માએ બ્લેક શૂટ સાથે વ્હાઈટ શર્ટ અને લાલ ટાઈ પહોરી હતી. કપિલના આ રિસેપ્શનમાં કીકૂ શારદા, સુમોના ચક્રવર્તી અને ચંદન પ્રભાકર પણ જોવા મળ્યા.

કપિલ શર્મા અને ગિન્ની ચતરથ 12 અને 13 ડિસેમ્બરે હિન્દુ અને આનંદ કારજથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. હિન્દુ લગ્નમાં કપિલે સુંદર પાઘડી પહેરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter