ઓફસ્ક્રીન પત્ની આવી જતા કપિલ શર્મા ઓનસ્ક્રીન પત્નીને ભૂલ્યો નથી

12 ડિસેમ્બરના રોજ કપિલ શર્મા તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરાથ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. કપિલ શર્માના નજીકના મિત્રો લગ્નમાં પહોંચી ગયા છે. આ મિત્રોની યાદીમાં કૉમેડિયન ક્રિષ્ના અભિષેક, સુદેશ લેહરી, કપિલ શર્માની ઑન-સ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી અને રાજીવ ઠાકુર શામેલ છે. તેમની સાથે ગાયક રીચા શર્મા, પંજાબી સિંગર રોશન પ્રિન્સ અને પંજાબી સંગીતકાર લખવિંદર વાડાલી કપિલ શર્માનાં પ્રિ-વેડિંગ ફંકશનમાં જોડાયા હતા.

પ્રી-વેડિંગ પહેલા કપિલ શર્મા અને ગિન્ની ચતરાથનાં કુટુંબીજનો સાથે ચુડા સમારોહ અને મહેંદી જેવા કર્યક્રમો થયા. 12 ડિસેમ્બરના રોજ ફક્ત કપિલ શર્માનાં જ નહીં પણ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનાં પણ લગ્ન થવા જઈ રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter