GSTV
Home » News » ‘ઐસા કૌન કરતાં હૈ ભાઇ’ ફરી સાંભળવા મળશે, કપિલ શર્મા અને ડૉ ગુલાટીની જોડી ફરી મચાવશે ધૂમ

‘ઐસા કૌન કરતાં હૈ ભાઇ’ ફરી સાંભળવા મળશે, કપિલ શર્મા અને ડૉ ગુલાટીની જોડી ફરી મચાવશે ધૂમ

ગુત્થી અને ડૉ ગુલાટીના રોલમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરનારા સુનીલ ગ્રોવરના ફેન્સ માટે ખુશખબર છે. સુનીલ ગ્રોવર, ધ કપિલ શર્મા શૉમાં પરત ફરી રહ્યો છે. પરંતુ સુનીલ ડૉ ગુલાટી કે ગુત્થીના કિરદારમાં નહી પરંતુ એક સેલેબ્રિટી તરીકે કપિલના શૉમાં નજરે આવશે. સુનીલ ગ્રોવરે કપિલના જે શૉથી દેશભરમાં જબરદસ્ત સફળતા હાંસેલ કરી હતી હવે તે આ જ શૉમાં કપિલના મહેમાન બનીને આવશે.

રિપોર્ટ અનુસાર સુનીલ પોતાની ફિલ્મ ભારતનું પ્રમોશ કરવા માટે આ શૉમાં આવશે. સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે સુનીલ પણ આ ફિલ્મમાં ગેસ્ટ તરીકે નજરે પડશે. કપિલના ફેન્સ માટે આ રસપ્રદ નજારો હશે.

જણાવી દઇએ કે ‘કાનપુર વાલે ખુરાનાઝ ‘ શૉ બંધ થવાની અફવાઓ ઉડી રહી છે તેવામાં સુનીલ ટૂંક સમયમાં કપિલ શર્માના શૉમાં વાપસી કરી શકે છે. કપિલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તમે જૂની વાતને ભૂલી જાઓ. સુનીલ મારો મિત્ર છે અને તેની પાસે કેટલીક ફિલ્મોના કમિટમેનટ્સ છે. તે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કામ કરી રહ્યો છે.

આ ઉપરાંત વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખા પણ તૈયાર છે. હું તેને મળ્યો છું અને તેની સાથે મે શૉનો કોન્સેપ્ટ પણ શેર કર્યો છે. તેણે પોતાની કમિટમેન્ટસ વિશે જણાવ્યું હતું પરંતુ અમારે શૉ દિવાળી સુધીમાં શરૂ કરવાનો છે. ફિલ્મોની કમિટમેન્ટ્સ 30-40 દિવસોની હોય છે. તે પોતાના બિઝી શિડ્યુલમાંથી ફ્રી થઇને અમારા શૉને જોઇન કરશે.

કપિલની વાતો પરથી સ્પષ્ટ છે કે ફરી એકવાર તેઓ દર્શકોને હસાવવા માટે આવી રહ્યાં છે અને દર્શકો પણ ડૉ ગુલાટીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

Read Also

Related posts

જામિયાનાં VC નઝમા અખ્તર બોલ્યા, વિદ્યાર્થીઓ સાથેની બર્બરતાથી દુ:ખી છુ

Mansi Patel

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

અહીંયા લગાવો પૈસા મળશે 8.60 ટકા કરતાં પણ વધારે વ્યાજ, ફક્ત 15 દિવસ જ બાકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!