GSTV
Home » News » લગ્નના 6 મહિનામાં જ આપ્યા ગુડ ન્યુઝ, પ્રેગ્નેન્ટ પત્નીનું કંઈક આ રીતે રાખી રહ્યો છે ધ્યાન

લગ્નના 6 મહિનામાં જ આપ્યા ગુડ ન્યુઝ, પ્રેગ્નેન્ટ પત્નીનું કંઈક આ રીતે રાખી રહ્યો છે ધ્યાન

દુનિયાને તેમના જોક્સ અને અભિનયથી હસાવા વાળા મશહૂર કોમેડિયન કપિલ શર્માના ઘરે જલદી જ ખુશખબર આવવાના છે. કપિલ અત્યારે તેનું દાંપત્ય જીવન અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં ઊંચાઈ પર છે.

અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચથરતના જીવનમાં નવા ચેપ્ટરની શરૂઆત થવા જઈ રહી છે તેને તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેમણે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારી લીધું છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, કપિલ શર્મા જલદી જ પપ્પા બનશે.

થોડા દિવસોમાં ગિન્ની અને કપિલ શર્માના ઘરે નાના બાળકની કિલકારી સાંભળવા મળશે. નાના મહેમાનનું આગમન થઈ રહ્યું છે તે વાતની જાણ થતાં કપિલે તેના શોનું શૂટિંગ એ રીતે કરવાનું નક્કી કર્યું છે કે તેની પત્ની ગિન્ની સાથે થોડો સમય પસાર કરી શકે અને તેનું ધ્યાન પણ રાખે. એ સાથે જ જણાવે છે કે ગિન્ની પણ શૂટિંગ સમયે કપિલ સાથે રહે છે. જેથી બંને જણા વધુ સમય એકબીજા સાથે રહી શકે.

કપિલ શર્માની સાથે શૂટિંગ સમયે ધ કપિલ શર્મા શોની ટીમ પણ તેમની ગિન્ની ભાભીનું સારું ધ્યાન રાખે છે. કપિલે અને ગિન્નીએ 12 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન પંજાબના જલંધરમાં થયા હતા. જોકે તેમનું રિસેપ્શન અમૃતસર, મુંબઈ અને દિલ્લી ત્રણે જગ્યા પર થયું હતું. તે બંને લગ્નના થોડા દિવસ પછી માર્ચમાં એમ્સટરડમ રજા માણવા ગયા હતા.

Read Also

Related posts

1 લાખ રૂપિયાના બોન્ડ પર એજાઝ ખાનને મળી જમાનત

Kaushik Bavishi

ખતરો કે ખિલાડી 10મા નજરે ચડશે આ ચહેરાઓ, લીક થઈ ફાઈનલ લિસ્ટ

Kaushik Bavishi

આવતા વર્ષે લગ્ન કરશે બોલીવૂડના લવબર્ડ્સ, અભિનેત્રી પહેરશે સબ્યસાંચીનો લહેંગો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!