કપિલ શર્મા જાતે કાર ડ્રાઈવ કરીને તો આવ્યો પણ મીડિયા સાથે કોઈ જ વાત ન કરી

11 ડિસેમ્બરના રોજ અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માની સંગીત સેરેમની યોજાઈ હતી. આ સેરેમની કપિલની બહેન પૂજાના ઘરે થઈ હતી. સેરેમની શરૂ થયાના 40 મિનિટ બાદ કપિલ શર્મા સંગીતમાં આવ્યો હતો. કપિલ શર્મા પોતાની 45 લાખ રૂપિયાની મર્સિડિઝ કાર જાતે ડ્રાઈવ કરીને આવ્યો હતો. કપિલ સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કોઈ જાતની વાત કરી નહોતી. જોકે, કપિલના ભાઈ અશોક શર્માએ કહ્યું હતું કે તેઓ ગિન્ની ચતિરથને વહુ તરીકે લાવવા માટે એક્સાઈટેડ છે.

એક સમયે કૃષ્ણા અભિષેક તથા કપિલ શર્મા એકબીજાના કટ્ટર હરિફ હતાં. અભિષેક પોતાની બહેન આરતી સિંહ સાથે જોવા મળ્યો હતો. આ સિવાય સુમોના ચક્રવર્તી તથા સુદેશ લહેરી પણ આવ્યા હતાં. જ્યારે કપિલ વેન્યૂ માટે અંદર આવ્યો ત્યારે તેણે કૃષ્ણા અભિષેકને ગળે લગાવ્યો હતો.

લગ્નમાં 200 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમનું સ્વાગત કપિલના મોટાભાઈ અશોક શર્માએ કર્યું હતું. સુરક્ષા માટે 40 પોલીસ જવાન તથા 30 પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીના માણસો હતો. આખા લગ્નની સુરક્ષા પાછળ કપિલે 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેણે એમ એસ સિક્યોરિટી કંપની હાયર કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter