GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘કૉમેડીનો મહાસંગ્રામ’ : એક જ દિવસે ઑનએર થશે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરના શૉ

કોમેડી કિંગ કપિલ શર્મા ટુંક સમયમાં જ નવા શો સાથે કમબેક કરવાનો છે. તો સામે તેનો જુનો મિત્ર સુનિલ ગ્રોવર પણ કાનપુર વાલે ખુરાનાઝ નામના શો સાથે ટીવી પરદે આવી રહ્યો છે. કપિલ અને સુનિલના શોના પ્રોમો એક જ દિવસે રિલીઝ થયા હતાં. કપિલ અને સુનિલ એમ બંનેના શો એક દિવસે ૧૫મી ડિસેમ્બરથી અલગ-અલગ ચેનલ પર એક જ સમયે શરૂ થઇ રહ્યા છે. તે જોતા ટીઆરપી માટે મહાસંગ્રામ શરૂ થશે. કાનપુર વાલે ખુરાનાઝ શોની શરૂઆત રણવીરસિંહ અને રોહિત શેટ્ટી ફિલ્મ સિમ્બાના પ્રમોશન સાથે કરવાના છે. તો કપિલના શોમાં પહેલા ગેસ્ટ તરીકે સલમાન ખાન આવશે.

સલમાન પોતે આ શોનો પ્રોડ્યુસર પણ છે. તે કપિલ અને સુનિલને ફરીથી સાથે લાવવા ઇચ્છતો હતો. પણ સુનિલ અલગ જ શો લાવ્યો છે. ત્યારે કોમેડીના બે મહારાથીની વોરમાં કોણ મેદાન મારશે તે સમય આવ્યે ખબર પડશે. પણ દર્શકોને ડબલ કોમેડીની મજા મળવાની છે એ વાત પાક્કી છે.

જણાવી દઇએ કે કૉમેડીથી સૌકોઇને હસાવનારા કપિલ શર્મા પોતાના ચર્ચિત કૉમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ દ્વરા ટીવી પર કમબેક કરી રહ્યો છે. તેના શૉની બીજી સીઝનનું ટીઝર આવી ગયું છે. આ શૉ ટૂંક સમયમાં ઓનએર કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. બિમારી અને વિવાદોથી ઘેરાયેલો કપિલ નવેસરથી શરૂઆત કરવા માટે તૈયાર છે.

કપિલના સ્વાસ્થ્ય તથા અન્ય કારણોસર શૉ બંધ કરવો પડ્યો. કેટલાકં રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું હતું કે કપિલ અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલી મારામારીના કારણે શૉની ટીઆરપી ડાઉન જતાં શૉ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે બાદ કપિલે માર્ચ,2018માં ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્માથી વાપસી કરી હતી પરંતુ થોડા જ સમયની અંદર શૉ બંધ કરવો પડ્યો. શૉ એટલો લોકપ્રિય ન થવાનું કારણ ફરી એકવાર કપિલનું કથળતું સ્વાસ્થ્ય અને તેના નૉન પ્રોફેશનલ વ્યવહાર ઠેરવવામાં આવ્યું. તાજેતરમાં જ તેણે ઘોષણા કરી હતી કે તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને વાપસી માટે તૈયાર છે.

Read Also

Related posts

સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Nilesh Jethva

ફેસબુકે લોન્ચ કર્યુ અવતાર ફીચર, પોતાનો જ વર્ચુઅલ લુક બનાવીને શેર કરી શકશે યુઝર

Mansi Patel

Video: ઓલરાઉન્ડર પંડ્યાએ પૂર્ણ કરી ચેલેન્જ, પુશ-અપ જોઈ ચોંકી ગયા કોહલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!