GSTV

બૉલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે કપિલદેવની દિકરી, રણવીર સિંહને કર્યો ડિરેક્ટ

Last Updated on June 11, 2020 by Mansi Patel

1983ના વર્લ્ડ કપ આધારિત બાયોપિક દ્વારા કપિલદેવની દિકરી ડેબ્યુ કરી રહી છે. તે એક સહાયક ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે. મહાન ક્રિકેટર કપિલદેવની આગેવાનીમાં ભારતે 1983માં ઇંગ્લેન્ડમાં યોજાયેલો વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. રણવીરસિંહ આ ફિલ્મમા કપિલદેવની ભૂમિકા કરે છે તો કપિલની દિકરી અમિયા દેવ આ ફિલ્મમાં સહાયક ડાયરેક્ટર છે.

કબીર ખાનની આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે દસમી એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થનારી હતી પરંતુ લોકડાઉનને કારણે તેમાં વિલંબ થયો છે. રણવીર સિંહ લોકડાઉનમાં પણ આ ફિલ્મ પાછળ ઘણી મહેનત કરી રહ્યો છે જેથી તે પડદા પર પ્રેક્ષકોને ઇમ્પ્રેસ કરી શકે. 

કબીર ખાન શીખવે છે ડાયરેક્શન

1983 ફિલ્મમાં માત્ર કપિલદેવ જ નહીં પરંતુ તેની પુત્રી પણ હિસ્સો બની ગઈ છે. અમિયા દેવ અગાઉ પોતાના અભ્યાસને કારણે જાહેરમાં દેખાતી ન હતી પરંતુ હવે તેણે આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લઈ લીધી છે. કબીર ખાન તેને ડાયરેક્શન શીખવી રહ્યા છે. આ ફિલ્મમાં વર્લ્ડ કપમાં રમેલા ઘણા ક્રિકેટરોના સંતાનો કામ કરી રહ્યા છે. જેમાં સંદીપ પાટિલના પુત્ર ચિરાગ પાટિલ ઉપરાત માલ્કમ માર્શલ, ગોર્ડન ગ્રીનિજ અને ક્લાઇવ લોઇડના સંતાનોનો પણ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!