GSTV
Gujarat Government Advertisement

કપિલ દેવ પણ રણવીર સિંહની બાયોપિકમાં જોવા મળશે? જાણો હકીકત શું છે

Last Updated on July 8, 2019 by

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ જલદી ફિલ્મ 83માં કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે. ફિલ્મ ભારતીય ક્રિકેટ દરમિયાન જીતેલા પહેલા વર્લ્ડ કપ પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહનો પહેલો કપિલ દેવનો લુક તાજેતરમાં જ જાહેર થયો છે. જેના સોશિયલ મીડિયા પર ઘણા વખાણ થયા હતા.

હવે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની એક તસવીરને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તસવીર કેટલી સાચી છે તે હજી જાણવા મળ્યું નથી, પરંતુ એક એક્ટર શરીબ હાશમી દ્વારા શેર કરવામાં આવી છે કપિલ દેવનો આ ફોટો સોશિયલ મીડિયા પર બહુ જ ટ્રેન્ડ છે.

ફોટોમાં કપિલ દેવ લાલ ટી-શર્ટ અને રેડ બ્લૂ અને વ્હાઈટ કલરનું પેન્ટ પહેરેલું જોવા મળે છે. તેણે ફોર્મલ શૂઝ પહેરેલા જોવા મળે છે અને ગળામાં બ્લૂ કલરના સનગ્લાસઝ લટકાવેલા છે. ફોટાના કેપ્શનમાં શરીબે લખ્યું,’ રણવીર સિંહના બાયોપિક માટે તૈયારી કરી રહ્યા છે.’

રણવીર સિંહ એકદમ કુલ, અતરંગી અને ફંકી કપડાં પહેરવા માટે મશહૂર છે. એક વાર તેણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ રીતના કપડાં પહેરવાની પ્રેરણા તેના પિતા પાસેથી મળી હતી. જબરદસ્ત અભિનય માટા જાણીતા આ એક્ટરે તેના લગ્નનના સમયે પણ કંઈક આ રીતે કપડાં પહેર્યા હતા. રણવીર સિંહ ફિલ્મ સિમ્બામાં જોવા મળ્યો હતો. રોહિત શર્માની કોપ સીરિઝની આ પહેલી ફિલ્મ છે. અને હવે રોહિત શર્મા સૂર્યવંશી માટે અક્ષય કુમારને પસંદ કર્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટો ચૂકાદો/ લિવ ઈન રિલેશનમાં રહેતી પરિણીત મહિલાને ન મળે કાયદાનો લાભ, હાઈકોર્ટે નવો ઇતિહાસ રચતો લીધો નિર્ણય

Harshad Patel

અગત્યનું/ આજે લોન્ચ થઇ રહી છે નવી ઑનલાઇન ટેક્સ પેમેન્ટ સિસ્ટમ, જાણો તેમાં શું છે ખાસ

Bansari

લૂંટેરી દુલ્હન / અઢી લાખ રૃપિયા આપી લગ્ન કર્યા પછી ખબર પડી યુવતિ પરિણીત છે!

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!