GSTV
Home » News » ઇમરાન ખાનનું આમંત્રણ ગવાસ્કરે ફગાવ્યું, આ ભૂતપૂર્વ ખેલાડી જશે પાકિસ્તાન

ઇમરાન ખાનનું આમંત્રણ ગવાસ્કરે ફગાવ્યું, આ ભૂતપૂર્વ ખેલાડી જશે પાકિસ્તાન

પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઇમરાન ખાને ક્રિકેટ ક્ષેત્રમાંથી રાજનીતિમાં ઝંપલાવનારા નવજોત સિંહ સિદ્ધૂને 18 ઓગષ્ટે થનારા શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. સિદ્ધૂએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને ગૃહ મંત્રાલય તથા પંજાબના મુખ્યપ્રધાનના કાર્યાલયને આ અંગે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, આ શપથ ગ્રહણ સમારોહ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવાનો છે.

પંજાબના પ્રધાન તરફથી કરાયેલ નિવેદન મુજબ તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાને જાતે સિદ્ધૂને ફોન કરી આમંત્રણ આપ્યું છે.

સિદ્ધૂ સિવાય આ ક્રિકેટરોને મળ્યું છે આમંત્રણ

તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા ફૈસલ જાવેદ ખાને ટ્વિટ કરી જણાવ્યું કે આ શપથ ગ્રહણ સંમેલનમાં ઈમરાન ખાનના મિત્રોમાં ભારતીય ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગવાસ્કર અને નવજોત સિંહ સિદ્ધૂને નિમંત્રણ આપ્યું છે. જોકે, ગવાસ્કરે વર્ષ 1992માં પાકિસ્તાનને ચેમ્પિયન બનાવનાર ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં જવાની ના પાડી છે. ગવાસ્કરે આ સમારોહમાં ઈનકાર કરવાનુ કારણ દર્શાવતા કહ્યું છે કે તેઓ અત્યારે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં કૉમેન્ટ્રી કરી રહ્યાં છે. 18 ઓગષ્ટે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ નૉટિંઘમમાં રમાશે, જેને પગલે તેઓ આ શપથ ગ્રહણ સમારોહમા આવી શકશે નહીં.

તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કપિલ દેવ પહેલા જ કહી ચૂક્યા છે કે પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેતા પહેલા તેઓ સરકારની સલાહ લેશે. સરકારની મંજૂરી બાદ જ તેઓ ત્યાં જવાનો હકારાત્મક નિર્ણય લેશે.

Related posts

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur

ગુજરાતની પેટા ચૂંટણી માટે જે ચાર બેઠકોની જાહેરાત થઈ તેમાંથી એક ભાજપ માટે કપરા ચઢાણ સમાન

Mayur

ગુજરાતની આ ચાર બેઠકો પર જ યોજાશે પેટા ચૂંટણી, અલ્પેશને હજુ પણ જોવી પડશે રાહ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!