GSTV

ક્રિકેટર કપિલ દેવને હોસ્પિટલમાં અપાઈ રજા, છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં કરાવી હતી સર્જરી

ક્રિકેટર અને ભારત માટે પ્રથમ વિશ્વકપ અપાવનારા કેપ્ટન કપિલ દેવને રવિવારના રોજ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બે દિવસ પહેલા તેમને હ્દયનો હુમલો આવતા તેમની એંજ્યોપ્લાસ્ટી થઈ હતી. ગુરૂવારે તેમને છાતીમાં દુખાવો થતાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈંસ્ટીટ્યૂટના ઈમરજન્સી વિભાગમાં ભરતી કરાવ્યા હતા. તેઓ હવે સ્વસ્થ છે.

હોસ્પિટલ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, કપિલ દેવને આજે બપોરે બે વાગ્યો રજા આપી દેવામાં આવી છે. તેઓ સારી સ્થિતીમાં છે. તઓ જલ્દીથી પોતાનું રૂટીન કામ કરી શકશે. ડો. અતુલ માથુર સતત તેમના સંપર્કમાં છે.

આપને જણાવી દઈએ કે, એંજ્યોપ્લાસ્ટી બ્લોક થયેલી ધમણીઓને ખોલવાની પ્રક્રિયા છે. જેથી હ્દયમાં સામાન્ય રીતે લોહી સંચાર થઈ શકે. હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હાદ કપિલ દેવની તપાસ કરવામાં આવી હતી, જે બાદ તેમની સર્જરી કરવામાં આવી હતી, જો કે, હવે તેઓ એકદમ સ્વસ્થ થયા છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

મોદી સરકારે PMKVY નું ત્રીજુ ફેઝ કર્યુ લોન્ચ, 8 લાખ યુવાનોને મળશે ટ્રેનિંગ, અહીંયા જાણો રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada

દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ

Ali Asgar Devjani

વડોદરા/ સયાજી હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષે શરૂ કરાવ્યું રસીકરણ અભિયાન, જિલ્લામાં અન્ય 10 સ્થળે શરૂઆત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!