GSTV

કપિલ દેવે કહ્યું હરમનપ્રીતની મારી સાથે તુલના ન કરો

Last Updated on July 22, 2017 by

વુમેન્સ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હરમનપ્રીત કૌરે ઑસ્ટ્રેલિયાની સામે 171* રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો હતો. પોતાની આ ઇનિંગમાં હરમને 20 બાઉન્ડ્રી અને 7 સિક્સર્સ મારી હતી. જેના નિડર અને આક્રમક અંદાજમાં બેટિંગ કરીને તેના ફેન્સના મનમાં 1983માં વર્લ્ડ કપના કેપ્ટન કપિલ દેવની ઝિમ્બાબ્વેની સામે રમેલી 175* રનની ઇંનિગ યાદ કરાવી દીધી. લોકોએ પંજાબની હરમનપ્રીતની તુલના હરિયાણાના કપિલ દેવની સાથે કરવાની શરૂ કરી દીધી છે.

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટ્વિટ કરી હરમનપ્રીત અને કપિલની ફોટો શૅર કરી. આ સિવાય ફેમસ કૉમેન્ટ્રેટર હર્ષા ભોગલે પણ કપિલ અને હરમનપ્રીતની ઇંનિગની તુલના કરી હતી.

પરંતુ ટીમ ઇન્ડિયાને વર્લ્ડચેમ્પિયન બનાવનારા કપિલ દેવે કહ્યુ કે, હરમનપ્રીતની ઇંનિગ અને મારી ઇંનિગની તુલના ન થવી જોઇએ. બંને ઇનિંગ્સની તુલના કરવી ખોટી છે, તમે ઇનિંગ્સની તુલના ન કરી શકો. વર્તમાનમાં તમે ભૂતકાળનો સમય પરત ન લાવી શકો. આપણે હરમનપ્રીતની ઇનિંગને સેલિબ્રેટ કરવી જોઇએ.

કપિલે આગળ કહ્યુ કે, ”ટીમ ઇન્ડિયાએ પહેલા જ વર્લ્ડ કપ જીતી લીધો છે. જોકે હજુ ઇંગ્લેન્ડની સામે ફાઇનલ મેચ રમવાની બાકી છે. મારી તરફથી ટીમને શુભકામનાઓ.”

Related posts

સુપર ફેન / ‘મારી પત્ની મને CSKની જર્સી નથી પહેરવા દેતી’, સ્ટેડિયમમાં પ્લેકાર્ડ લઇને પહોંચ્યો દર્શક

Zainul Ansari

BIG BREAKING: ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું થયું નિધન, ખેલાડીએ ટ્વિટર પર આપી જાણકારી

pratik shah

IPL 2021 / દિલ્હી જીત સાથે ટોપ પર: રાજસ્થાનને 33 રન હરાવ્યું, રોયલ્સને સંજુ સેમસનની ફિફ્ટી કામ ન આવી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!