GSTV
Gujarat Government Advertisement

માહીને લઈને ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ કહી દીધી આ મોટી વાત, સાંભળીને ચોંકી જશે ફેન્સ

Last Updated on February 28, 2020 by Ankita Trada

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યુ છે કે, તેઓ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મેહન્દ્ર સિંહ ધોનીના ખૂબ જ પ્રશંસક છે અને આ કારણે તેઓ આ વર્ષે ઓક્ટેબરમાં યોજાનાર -20 વિશ્વ કપમાં રમતા જોવા માગે છે, પરંતુ ધોની પરને આ નિર્ણય મેનેજમેન્ટ ટીમે લેવાનો હોય છે.

ધોનીને વધારે મેચ રમવી જોઈએ

1983 ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કપિલ દેવે કહ્યુ કે, એક પ્રશંસક તરીકે હું તેમને આગામી T-20 વિશ્વ કપમાં રમતો જોવા માગુ છું, પરંતુ એક ક્રિકેટર તરીકે આ નિર્ણય મેનેજમેન્ટ પર આધાર રાખે છે. તેમણે જો એક વર્ષથી મેચ નથી રમી તો, તમે શું આશા કરી શકો છો. મને લાગે છે કે, ટીમમાં આવાવા માટે ધોનીને વધારે મેચ રમવી જોઈએ. નહીતર બીજા ખેલાડીઓ સાથે અન્યાય થશે. એવુ ન હોવુ જોઈએ કે, અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ હોય છે.

ધોની એક વર્ષથી ટીમમાંથી બહાર

જો ધોનીની વાત કરીએ તો, છેલ્લા વર્ષે તેમણે રમવામાં આવેલ વિશ્વ કપની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ છેલ્લી વખત મેદાનમાં પગ મૂક્યો હતો. તેઓ ત્યારથી આરામના નામથી ટીમમાંથી બહાર છે. જો કે, ધોની હવે IPL ની આગામી સીઝનમાં પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા નજર આવશે અને આ પગલા પર જ ટીમમા આવવાનું તેમનું ભવિષ્ય નિર્ભર છે.

IPL આગામી પેઢી માટે છે

વધુમા કપિલ દેવે તેમ પણ કહ્યુ કે, માત્ર ધોની જ IPL નથી રમી રહ્યા, હું તે માણસ છુ જે જોવે છે કે, નવી પેઢીના કોણ યુવા ખેલાડી છે જે, આગામી 10 વર્ષ સુધી રમી શકે છે અને ભારતને આગળ વધારશે. ધોનીએ આપણા દેશ માટે ખૂબજ કર્યુ છે, તેઓ પોતાના કરિયરના છેલ્લા પડાવમાં છે. તેથી તેઓ જેટલુ પણ રમે આપણે ખુશ થવુ જોઈએ. જો કે, હું માત્ર IPL ધોની માટે નથી જોતો. હું તો IPL આગામી પેઢી માટે જોવ છું કારણ કે, આઈપીએલ આગામી પેઢી માટે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!