પાકિસ્તાનને સીધુ દોર કરવાનો છે આ સૌથી ઉત્તમ વિકલ્પ, સંધિ જ તોડી નાખો

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધુ જવાન શહીદ થયા ત્યારબાદથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું ભારત પોતાની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દે લાચાર છે? શું ભારત પાસે કોઈ વિકલ્પ છે કે પછી આવા હુમલાનો ભવિષ્યમાં પણ સામનો કરવો પડશે? જો કે આ બધી ચર્ચા વચ્ચે ભારત સામે એક એવો વિકલ્પ પણ આવ્યો છે કે જેનાથી પાકિસ્તાન તરસ્યું રહી જાય. હથિયાર વગરનો આ હુમલો પાકિસ્તાન પર પરમાણુ બોમ્બ ફેંકવા સમાન છે.

કેટલીક એવી વ્યૂહરચના છે કે જે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે

પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવા માટે દેશભરમાંથી આક્રોશ ઉઠી રહ્યો છે અને સરકાર પણ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપી ચુકી છે. તેવામાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિદેશ સચિવ રહી ચૂકેલા કંવલ સિબલનું માનવું છે કે પાકિસ્તાનને લઈને ભારતે જે કડક પગલાં ઉઠાવવા જોઈએ તે ભારત લઈ શકયું નથી. જો કે પાકિસ્તાન સામે કાર્યવાહી માટે ભારત પાસે મર્યાદિત વિકલ્પો છે. પરંતુ કેટલીક એવી વ્યૂહરચના છે કે જે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

ભારત પાસે એક ખૂબ અસરકારક વિકલ્પ છે અને તે છે સિંધુ જળ સંધિ

કંવલ સિબ્બલ કહેવું છે કે  છે, ભારત પાસે એક ખૂબ અસરકારક વિકલ્પ છે અને તે છે સિંધુ જળ સંધિને નિરસ્ત કરવી. ખબર પડતી નથી કે આ સંધિને સરકાર તોડી કેમ નથી દેતી.  આ સંધિને તાત્કાલિક ધોરણે રદ્દ કરવી જોઇએ. આવું કરતાં જ પાકિસ્તાન સીધું થઈ જશે.  જેવું કહેવામાં આવે છે કે પાકિસ્તાની આતંકવાદનો ભારત પાસે કોઈ જવાબ નથી એ રીતે પાકિસ્તાન પાસે સિંધુ જળ સંધિ તોડવાનો કોઈ જવાબ નથી.

અમેરિકા આવું કરી શકે છે તો ભારતને સંધિ તોડવામાં શું વાંધો છે

કંવલ સિબલે આમ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઉદાહરણ આપ્યું..અને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણાવ્યું છે. સિબલે કહ્યું કે અમેરિકાએ પોતાના ખાસ મિત્ર જાપાન અને કેનેડા સાથેની પણ કેટલીક સંધિઓ તોડી નાંખી.  જો અમેરિકા આવું કરી શકે છે તો ભારતને સંધિ તોડવામાં શું વાંધો છે? પોતાના હિત માટે અમેરિકા જળવાયુ સંધિમાંથી બહાર નીકળી ગયું. ઈરાન સાથે પરમાણુ સમજૂતી રદ કરી દીધી.  કંવલ સિબલનું માનવું છે કે ભારત માટે ડિપ્લોમેટિક વિકલ્પ જ પૂરતાં સાબિત નહીં થાય, સિંધુ જળ સંધિનો પણ સહારો લેવો પડશે. આ સંધિ તોડવાથી ભારતને કોઇ અસર નહીં થાય.  કંવલ સિબલ કહે છે,  હવે મજબૂત પગલાં ઉઠાવવાનો સમય આવી ગયો છે. હવે કાશ્મીરમાં થોડો સફાયો કરવો પડશે. આ પહેલા મોદી સરકારે વર્ષ 2016માં સિંધુ જળ સંધિને તોડવાની વાત કહી હતી. પરંતુ સરકાર કોઈ નિર્ણય સુધી પહોંચી શકી ન હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter