GSTV

ડીસા : ભારે વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા, બે મહિના બાદ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની બે સીઝન ફેલ

ડીસા તાલુકાના કંસારી ગામમાં વરસાદી પાણી ભરાઇ જતા મોટા ભાગના ખેતરો બેટ બની ગયા છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા મોટુ નુકસાન વેઠી રહ્યાં છે. બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે.

અગાઉ થયેલા વરસાદના પગલે અનેક વિસ્તારો હજુ પણ બેટ બની ગયેલા છે. વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આજે બે મહિના બાદ પણ અનેક ખેતરોમા પાણી ભરાયેલા છે. શિયાળુ પાક પણ ખેડૂતો લઇ શકે તેવી સ્થિતિ અત્યારે દેખાતી નથી. ખેડૂતોની એક નહીં પણ બે સીઝન ફેઇલ થઇ ગઈ છે. વારંવાર નુકસાન થતા ખેડૂતો પોતાની જમીન હોવા છતાં પણ અન્ય જગ્યાએ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાત ચલાવવા મજબૂર બન્યા છે.

READ ALSO

Related posts

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel

મહેશ-નરેશની બેલડીને પણ મોદી ના ભૂલ્યા, પીએમે અર્પી શ્રદ્ધાંજલી- પરિવારને સાંત્વના પાઠવી

pratik shah

PM મોદી પહોંચ્યા પૂર્વ મુખ્યંમત્રી કેશુભાઈ પટેલના નિવાસ્થાને, પૂર્વ CMને શ્રદ્ધાંજલી અર્પી- પરિવારને પાઠવી સાંત્વના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!