GSTV
Home » News » પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યો UP પોલીસનો છોકરીને પરેશાન કરતો VIDEO, હેડ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યો UP પોલીસનો છોકરીને પરેશાન કરતો VIDEO, હેડ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

કાનપુરમાં છેડખાનીના એક મામલે જ્યારે છોકરી પોલીસ સ્ટેશન પહોંચી હતી, ત્યારે ડ્યૂટીમાં હાજર હેડ કોન્સ્ટેબલે મદદ કરવાના બદલે તેના ચારિતર ઉપર સવાલો ઉઠાવ્યા હતા. આ સવાલો ફક્ત એટલા માટે કરવામાં આવ્યા હતા. કારણકે તેણીએ લોકેટ અને વીંટી પહેરેલી હતી. બુધવારે સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થતાની સાથે આરોપી હેડ કોન્સ્ટેબલને ડિસ્ટ્રીક્ટ લાઈનમાં હાજર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ગુરૂવારે સાંજે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારે આ વીડિયો શેર કરીને દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સામે અપરાધ ઓછા નથી થઈ રહ્યા અને કાયદાના રખેવાળ જ લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુકે, છેડતીનો રિપોર્ટ લખાવવા ગયેલી છોકરીની સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સામે અપરાધ ઘટી નથી રહ્યા અને બીજી તરફ કાયદાનાં રખેવાળ આવું વર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યુકે, મહિલાઓને ન્યાય અપાવવા માટે પહેલી સીડી છે તેમની વાતને સાંભળવી.

વાસ્તવમાં કાનપુર સ્થિત નઝીરાબાદ થાના ક્ષેત્રમાં રહેતી એક યુવતી નળ પર પાણી ભરવા માટે ગઈ હતી. જ્યાં હાજર છોકરાઓએ તેની છેડતી કરી હતી. છોકરીએ છેડતીનો વિરોધ કર્યો તો મારપીટ કરી હતી. તે સમયે વચ્ચે આવેલાં છોકરીનાં ભાઈને પણ માર્યો હતો. ત્યારબાદ ધમકી આપીને ભાગી ગયા હતા. ત્યારબાદ પીડિતા માતા સાથે રિપોર્ટ લખાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. પોલીસ સ્ટેશન પર હાજર હેડ કોન્સ્ટેબલે પીડિતાને ઘટના ક્રમ પુછ્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલે પીડિતાને પુછ્યુ હતુકે,  આ બંગડી, વીંટીઅને લોકેટ કેમ પહેરેલાં છે. આટલી બધી આઈટમો પહેરવાની શું જરૂર છે? જ્યારે તું ભણતી નથી તો આને પહેરવાની શું જરૂર છે. તેનાથી શું લાભ થાય છે. આના પરથી જ દેખાય છેકે, તુ શું છે? તમે લોકો ઘરવાળાઓ છોકરીનું ધ્યાન નથી રાખતા તે શું કરે છે.

READ ALSO

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!