GSTV
Home » News » હવે “નકલી” હાથ પણ માનશે મગજનો કમાન્ડ, જુઓ કાનપુરનાં વિદ્યાર્થીએ કેવી કરી આ કમાલ

હવે “નકલી” હાથ પણ માનશે મગજનો કમાન્ડ, જુઓ કાનપુરનાં વિદ્યાર્થીએ કેવી કરી આ કમાલ

મગજ કમાન્ડ આપશે અને નકલી હાથ બિલકુલ તેજ રીતે તેનો દરેક કમાન્ડ માનશે. જીહા સામે રાખેલો ચા નો કપ ઉઠાવવો હોય અથવા તો પછી પાણીનો ભરેલો ગ્લાસ, રબર અને ફાઈબર થી બનેલો હાથ બિલકુલ એવી જ રીતે કામ કરશે જેવી રીતે વાસ્તવિક હાથ કામ કરે છે. જ્યારે આ કરિશ્મા હરકોર્ટ બટલર ટેક્નિકલ યુનિવર્સિટી (Harcourt butler technical university)ના ઈલેક્ટ્રિકલ એન્જીનિયરીંગના પૂર્વ વિદ્યાર્થી ઘનશ્યામે કર્યુ છે. તેણે માયો ઈલેક્ટ્રિક આર્મ (Mayo electric arm) (કૃત્રિમ હાથ) બનાવ્યો છે. જે શરીરમાં ઉત્પન્ન સંચારિત કરંટ અને મગજને દિશા નિર્દેશ પર કામ કરશે. સ્પ્રિંગ, સર્વો મોટર, એપ્લીફાયર સર્કિટ, માઈક્રો કંટ્રોલર તેમજ ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરીને બનાવેલાં આ કૃત્રિમ હાથ પ્રોજેક્ટના ગાઈડ પ્રોફેસર યદુવીર સિંહે માયા ઈલેક્ટ્રિક આર્મનું પેટંટ ફાઈલ કર્યુ છે. તમને જણાવી દઈએકે, કૃત્રિમ હાથનું મેકેનિઝમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છેકે, શરીરનાં કરંટથી સંચાલિત થાય છે.

પ્રોજેક્ટનાં ગાઈડે કહી આ વાત

પ્રોફેસર યદુવીર સિંહે કહ્યુ કે, આને બાયોનિક કરંટ કહે છે. આપણું મગજ જે નિર્દેશ આપે છે તેના આધારે જ આ કરંટથી હાથ વસ્તુઓ ઉપાડવા, રાખવા અને દરવાજો ખોલવા જેવા કાર્યોને કરે છે. શોધમાં સામે આવ્યુ છેકે, મગજથી હાથોને સિગ્નલ મળે છે. અને ડિવાઈસ તેમજ ઈલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા કૃત્રિમ હાથ આ દરેક નિર્દેશોનું પાલન કરે છે. આ હાથને રબર તેમજ ફાઈબરના ઉપયોગથી બનાવવામાં આવ્યા છે. કારણકે આ વાસ્તવિક હાથની જેમ સરળતાથી કામ કરી શકે છે.

આવી રીતે બને છે કૃત્રિમ હાથ

આ કૃત્રિમ હાથ 15 માઈક્રો બોલ્ટના કરંટથી ઉઠે છે. માયો આર્મમાં નાના નાના મિકેનિકલ લીવર લગાવવામાં આવ્યા છે. જેથી સ્પ્રિંગ તેમજ સર્વો મોટર કેંપ ઈલેક્ટ્રોડ તેમજ એંપ્લીફાયર સર્કિટ સાથે મળીને ચાલે છે. શરીરનાં બાયોનિક કરંટને એંપ્લીફાયર પાંચ માઈક્રો બોલ્ટથી લઈને 15 માઈક્રો બોલ્ટમાં બદલી નાંખે છે. પાંચ માઈક્રો બોલ્ટ કરંટથી હાથ પડી જાય છે અને 15 માઈક્રો બોલ્ટથી હાથ ઉઠે છે. તેમાં લાગેલાં ત્રણ ઈલેક્ટ્રોડ પોતાનું સિગ્નલ માક્રો કંટ્રોલરની પાસે મોકલે છે. અને આ ક્રિયા દરમ્યાન હાથ મગજે આપેલાં નિર્દેશ પર કામ કરવા લાગે છે. ગ્લાસ ઉઠાવવા, પ્લેટ ઉઠાવવા અને વસ્તુઓને ઉઠાવે રાખવામાં તેનો ઉપયોગ કરી શકાય છે.

READ ALSO

Related posts

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi

નવા ટ્રાફિક નિયમના વિરોધમાં આવી આમ આદમી પાર્ટી, આપ્યું આ અલ્ટીમેટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!