GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની માતાએ હવે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. દુબેની માતા સરલા દેવીએ કહ્યું કે વિકાસ દુબેએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ.

જો તે આ જ રીતે જ ભાગતો રહે છે, તો એક દિવસ પોલીસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે. આ સાથે જ વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું હતું કે, જો પોલીસ તેને પકડવામાં સફળ રહે છે તો તેની હત્યા કરી નાખવી જોઇએ, કારણ કે તેણે જે કર્યું છે તે ખૂબ ખોટું છે.

યોગીએ પણ કડક વલણ અપનાવ્યું

આ અગાઉ 8 પોલીસ કર્મચારીઓની શહાદત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખૂબ કડક વલણ અપનાવતા ટ્વિટ કર્યું હતું કે, કર્તવ્ય માર્ગ પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા 8 પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ.

ઉત્તર પ્રદેશ, તેમની જવાબદારીઓ નિભાવનારા શહીદ પોલીસ કર્મચારીઓની અપાર હિંમત અને શાનદાર ફરજને ક્યારેય ભૂલશે નહીં.

તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ સાથે યોગી આદિત્યનાથે શહીદ પોલીસકર્મીના પરિવારને એક કરોડ રૂપિયા વળતર અને પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાનું વચન પણ આપ્યું છે.

સુનિયોજીત કાવતરૂ: ડીજીપી

ડીજીપીએ કહ્યું કે આ ઘટનાની પ્રારંભિક તપાસમાં પૂર્વ-આયોજિત કાવતરાના પુરાવા મળ્યા છે. હાલમાં ફોરેન્સિક ટીમ પુરાવા એકત્રિત કરી રહી છે, ટૂંક સમયમાં આ ઘટનાનો ખુલાસો કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં અને જલ્દીથી તેમની ધરપકડ કરવામાં આવશે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!