યુપી પોલીસનો મોસ્ટ વોન્ટેડ ચહેરો બની ગયેલા વિકાસ દુબેની શોધમાં છેલ્લા 24 કલાકમાં યુપી પોલીસે આખી રાત દરોડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. 8 પોલીસકર્મીઓ પર ફાયરિંગનો આરોપી વિકાસ દુબે આ ઘટના બાદ છુપાયો છે. અહીં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ચોબેપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ વિકાસ દુબેને રેડ પડવાની છે એવી જાણ કરી દીધી હતી.
કસ્ટડીમાં 12 લોકો, પોલીસના ફોન નંબર મળ્યા
શુક્રવારે રાત્રે પોલીસની લગભગ વીસ ટીમોએ જુદા જુદા જિલ્લામાં વિકાસ દુબે પર દરોડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. આ તે જગ્યાઓ હતી જ્યાં વિકાસ દુબેના સંબંધીઓ અને પરિચિતો રહે છે. પોલીસે આ કેસમાં વધુ 12 લોકોને અટકાયતમાં લીધા છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસે મોબાઈલ કોલ ડિટેઇલનના આધારે આ લોકોને ઝડપી લીધા છે.
વિકાસ દુબેએ છેલ્લા 24 કલાકમાં આ લોકો સાથે વાતચીત કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે વિકાસ દુબેના ફોનની કોલ ડિટેલમાં કેટલાક પોલીસકર્મીઓના નંબર પણ સામે આવ્યા છે.
ઇન્સ્પેકટરે વિકાસ દુબેને રેડ વિશે માહિતી આપી હતી
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ પોલીસ આગમન અંગે પહેલેથી જ દુબેને જાણ કરી હતી. પોલીસની શંકાના વર્તુળમાં હાલમાં એક કોન્સ્ટેબલ, સૈનિક અને હોમગાર્ડ છે. ત્રણેયની કોલ ડિટેઇલના આધારે પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
વિકાસ દુબે વિરુદ્ધ 60 એફઆઈઆર
શુક્રવારે કાનપુરને અડીને આવેલા બિકરૂ ગામમાં પોલીસ અને વિકાસ દુબે ગેંગ વચ્ચે લોહિયાળ એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં ગેંગના બે હુમલાખોરો પણ માર્યા ગયા છે. કાનપુર પોલીસ સ્ટેશનમાં વિકાસ દુબે વિરુદ્ધ 60 એફઆઈઆર નોંધાઈ છે. શુક્રવારે કાનપુર પોલીસ એક કેસની તપાસ માટે બિકરૂ ગામ ગઈ હતી. તે જ સમયે વિકાસ દુબેના કાર્યકરોએ જેસીબી મશીન લગાવી પોલીસનો રસ્તો અટકાવ્યો હતો. પોલીસકર્મીઓ આગળ વધતાં વિકાસ કાર્યકરોએ તેમની ઉપર ત્રણ દિશાઓથી ફાયરિંગ શરૂ કરી દીધી હતા.
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ