GSTV
Home » News » દુધ માટે પૈસા ન હતા, ગરીબ મા કર્યુ એવુ કે જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે 

દુધ માટે પૈસા ન હતા, ગરીબ મા કર્યુ એવુ કે જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે

છિબરામઉમાં રહેનાર એક ગરીબ મા માટે એ ઘડી ખુબ જ દર્દનાક રહી હશે જ્યારે તેણે ભુખ્યા માસૂમ દુધ પીતા બાળકના અવાજને ગળુ દબાવીને હંમેશા માટે શાંત કરી દીધો હતો. ત્રણ દિવસથી ભૂખ્યા માસૂમ બાળકને દુધ ન પાઈ શકી તો મા એ પોતાના કાળજાના કટકાનો અંત કરી નાખ્યો. પોલિસની સામે તે મા ની અઢી વર્ષની છોકરીએ હકિકત જણાવી તો સાંભળનારનુ દિલ પણ કંપી ઉઠે. પોલિસે આરોપી મહિલાને હિરાસતમાં લીધી છે પરંતુ આ ઘટનાએ પ્રશાસનની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.

ત્રણ દિવસથી ભુખ્યો હતો આઠ માસનો માસૂમ

છિબરામઉના મોહલ્લા બિરતિયામાં રહેનાર શાહિદ ઉર્ફ શાલૂની આર્થિક પરિસ્થિતી સારી ન હતી તેથી તે નોકરી કરવા મુંબઈ ગયો છે. તેની પત્ની રૂખસાર મોહલ્લામાં બનેલા ઘરમાં ત્રણ બાળકો સાથે રહે છે. આસપાસના લોકોની માનીએ તો રૂખસારનો 8 માસનો છોકરો અહદ ત્રણ દિવસથી ભુખ્યો હતો. રૂખસાર દુધની વ્યવ્સથા કરી શકતી ન હતી. ત્રણે બાળકો તેની પાસે વારંવાર ખાવાનુ માંગતા હતા. આખી રાત અસદ દુધ માટે તેજ અવાજમાં રડતો હતો. આખી રાત તેને પાણી પીવડાવી રૂખસાર તેનો દર્દ સહન કરી શકી નહીં તેથી તેનુ ગળુ દબાવીને હંમેશા માટે શાંત કરી દીધો.

બાળકોની ભૂખ મટાડવા કોઈ ન આવ્યુ, હવે ભીડ જમા થઈ ગઈ

રૂખસાર આજે સવારે બાળકની લાશ પાસે ચુપચાપ બેઠી હતી. ઘણા સમય સુધી અસદમાં કોઈ હલન ચલન ન દેખાતા પરિવારના લોકોને શંકા જતા તેની નજીક જવાનો પ્રયાસ કર્યો તે રૂખસારે ગુસ્સો કરી બધાને રોકી દીધા. છોકરી અનમે જાણકારી આપ્યા પછી લોકોની ભીડ એકઠી થઈ ગઈ. રસ્તા પર હંગામો કરતી રૂખસારની મા ખદીનાને પોલિસ સ્ટેશન મોકલી દીધી. ત્યાર પછી શાંત માહોલમાં રૂખસાર સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે બાળકો ભુખ્યા હતા ત્યારે કોઈ ન આવ્યુ અને હવે ભીડ જામી ગઈ છે.

અઢી વર્ષની બાળકીએ જણાવ્યું કે શુ થયુ હતુ

પીઆઈ બલરામ મિશ્રાએ જણાવ્યુ કે પુછતાછ પછી રૂખસારને પોલિસ સ્ટેશન મોકલી દેવામાં આવી. તેમણે જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, પરિવારજનોની ફરીયાદ પર કાર્યવાહી કરવામાં આવશે. અઢી વર્ષની બાળકી અનમે પોલિસને જણાવ્યુ કે તેની મા એ સવારે ભાઈનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે.

READ ALSO

Related posts

NASAનું મીશન સફળ : બે મહિલા અવકાશયાત્રીઓએ એ કામ કરી બતાવ્યું જે લોઢાના ચણા ચાવવા સમાન હતું

Mayur

અહો આશ્ચર્યમ : વાતાવરણમાં પલટો આવી જતા આ વિસ્તારોમાં ચોમાસાની વિદાય બાદ પણ હળવાથી અતિભારે ઝાપટા પડ્યાં

Mayur

ભૂલથી પણ ન ખાતા ધક્કો, આ 6 દિવસ બેંકો રહેશે બંધ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!