GSTV

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી ઈમારત ધરાશાયી થઈ છે. શહેરના કુલી બાજાર વિસ્તારમાં આ ઈમારત ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ જેવી આ ઈમારત પડ્યાની જાણ થઈ કે, ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતું. હાલમાં આ દુર્ઘટનામાં કેટલાય લોકો દટાયા હોવાની વિગતો આવી રહી છે.

પોલીસે જણાવી આ વાત…

અનવરગંજ પોલીસ સ્ટેશનના સર્કલ અધિકારી મોહમ્મક અકમલ ખાને આ ઈમારત ધરાશાયી થતાં કહ્યુ હતું કે, અનવરગંજ પોલીસ સ્ટેશની હદમાં આવતા કુલી બજારમાં ધરાશાયી થયેલી આ ઈમારત જર્જરીત હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, ધરાશાયી થયેલી આ ઈમારતમાં કેટલાય લોકો દટાયા હોવાનો ડર છે. હાલ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે, આ લખાઈ રહ્યુ છે, ત્યાં સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. અમને જેવી વિગતો મળતી રહેશે, તેમ તેમ અમે અપડેટ આપતા રહીશું. વધુ સમાચાર જોવા માટે જોતા રહો..જીએસટીવી

READ ALSO

Related posts

પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું

Pritesh Mehta

ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ

Mansi Patel

સરકારી કર્મચારીઓ માટે સારી ખબર : પ્રમોશન પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીમાં મોદી સરકાર, થશે મોટો લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!