GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કાનપુર અથડામણ બાદ પોલીસ એક્શનમાં: ડઝનબંધ લોકોની કરાઈ ધરપકડ, 500થી વધુ મોબાઈલ ફોન નંબર્સ સર્વેલન્સ પર

કાનપુર અથડામણમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહીત કુલ 8 લોકો શહીદ થયા બાદ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેના ગામમાંથી ડઝનબંધ લોકોની ધરપકડ કરી છે.તેમની પાસેથી ઘટનાક્રમ અને હુમલાના માસ્ટરમાઈન્ડ વિકાસ અંગે પૂછપરછ કરવામાં આવશે. સાથે પોલીસે અંદાજે 500 જેટલા મોબાઈલ નંબર્સ સર્વેલન્સ પર લગાવ્યા છે.

કાનપુરમાં પોલીસકર્મીઓના મોતનો બદલો લેવા માટે સમગ્ર ઉત્તર પ્રદેશ પોલીસે કમર કસી લીધી છે. સમગ્ર બીકરુ ગામમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. ઘટના પછી સમગ્ર ગામમાં અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગામમાંથી લગભગ ડઝનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે, એટલું જ નહિ પોલીસની ફોરેન્સિક ટિમ પણ ઘટનાસ્થળે પહોંચી જય તપાશ શરૂ કરી હતી.

કુખ્યાત બદમાશ વિકાસ દુબે અને તેના સાથીઓની ધરપકડ કરવા માટે પોલીસે લગભગ 500 મોબાઈલ ફોન નંબર સર્વેલન્સ પર લગાવવામાં આવ્યા છે. ઘણા મોબાઈલ ફોન ટ્રેક કરવામાં આવ્યા છે. પોલીસ હુમલાખોર તત્વોને પકડવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

ઉત્તર પ્રદેશ પોલીસના ડાયરેક્ટર જનરલ (ડીજીપી) હિતેશ ચંદ્ર અવસ્થીએ જણાવ્યું છે કે ઉપરી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.પોલીસની ઘણી ટીમો બદમાશોને ઝડપી પાડવા માટે કાર્યરત થઇ ગઈ છે. સાથે જ એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને વિકાસ દુબેની પાછળ ગોઠવી દેવામાં આવી છે. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળેથી ખોખા પણ મેળવ્યા છે તેના પરથી કહી શકાય છે કે ગુંડાતત્વોએ પોલીસ વિરુદ્ધ કોઈ સોફેસ્ટિકેટેડ હથિયારનો ઉપયોગ કર્યો છે.

ડીજીપી અવસ્થીના જણાવ્યા મુજબ, સમગ્ર જનપદની સીમાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. બદમાશોને પકડવા માટે મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘાયલ પોલીસકર્મીઓને સારામાં સરાઈ સારવાર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાથી પરિવાર નારાજ, ખોટી અફવા ન ફેલાવવા કરી અપીલ

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan
Do NOT follow this link or you will be banned from the site!