GSTV

અનંત સફરે કનોડિયા બંધુઓ, ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે પરિજનોએ ભારે હૈયે કર્યુ અસ્થિ વિસર્જન

કનોડિયા

Last Updated on October 28, 2020 by Bansari

કનોડીયા બંધુઓના અસ્થિઓનું ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું.નરેશ કનોડિયાનું કોરોનાના લીધે નિધન થયું હતું જયારે તેના ત્રણ દિવસ પહેલા બીમાર મહેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા હતા.ત્યારે આજ રોજ પરિવારજનો તેઓના અસ્થિ વિસર્જન અર્થે ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમના કિનારે આવી પહોંચ્યા હતા.અને ભારે હૈયા પરીજનોએ આ બેલડીના અસ્થિનું વિસર્જન કરી પૂજા અર્ચના કરી હતી.

મહેશ-નરેશની બેલડીએ એક સાથે લીધી વિદાય

કનોડિયા

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર ગણાતા અભિનેતા નરેશ કનોડિયાનું અમદાવાદની યુ એન હૉસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 77 વર્ષની વયે અવસાન થયું હતું.હજુ તો ચાર દિવસ પહેલાં તેમના મોટાભાઇ અને સંગીતકાર-ગાયક મહેશ કુમારનું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે અવસાન થયું હતું. આઈમ ટૂંકા ગાળામાં મહેશ-નરેશની જોડી ખંડિત થઇ હતી અને બંને ભાઇઓએ વિદાય લીધી હતી.

કનોડિયા બંધુની ફિલ્મી સફર

કનોડિયા

મહેશ-નરેશ ભાઇઓએ ગાયક સંગીતકાર તરીકેની કારકિર્દી મુંબઇમાં શરૂ કરી હતી. એ સમયે બંને ભાઇઓ સ્વરકિન્નરી લતા મંગેશકરના નિવાસસ્થાન પ્રભુ કુંજની સામેના મકાનમાં પેડર રોડ પર રહેતા હતા. 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ અમદાવાદ આવ્યા હતા. 1970માં વેલીને આવ્યાં ફૂલ ફિલ્મથી નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પોતાની પ્રતિભાના જોરે તેમણે ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટારનું હુલામણું બિરુદ મેળવ્યું હતું. 44 વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે સવાસોથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને અભિનયના સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા હતા.

અભિનેત્રી સ્નેહલતા સાથે નરેશે સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મો આપી હતી. મહેસાણાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં 1943ના ઑગષ્ટની 20મીએ જન્મેલા નરેશ કનોડિયાએ બાળપણમાં જબરો સંઘર્ષ કર્યો હતો. સફળ અભિનેતા થયા બાદ પણ એ પોતાના સંઘર્ષને ભૂલ્યા નહોતા અને નમ્રતા જાળવી રાખી હતી. તેમનો પુત્ર હિતેશ કનોડિયા આજે ગુજરાતી ફિલ્મોનો ટોચનો અભિનેતા ગણાય છે.

Read Also

Related posts

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળશે Double Bonanza!, જુઓ કેટલાં ગણો વધીને આવશે પગાર

Dhruv Brahmbhatt

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!