ઉત્તર પ્રદેશના કન્નૌજ ખાતે એક 10મું પાસ મહિલાએ એવું કરી બતાવ્યું જે કોઈ વિચારી પણ ન શકે. મહિલાએ પોતાના ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને પોતાનું હથિયાર બનાવ્યું છે. મહિલાએ પોતાના ખેતરની જમીન પર એક નાનકડો આઈલેંડ બનાવ્યો છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ આઈલેંડને જોવા માટે લોકો દુર-દુરથી આવી રહ્યા છે. તે દરેકના આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહે છે. આટલું જ નહીં મહિલાના આ સાહસિક પગલાને જોતા ગૂગલે તેને સન્માન પત્ર આપીને સન્માનિત કર્યું છે. કન્નૌજના તિર્વા તહસીલ વિસ્તારના બથુઈયા ગામની રહેવાસી કિરણ કુમારી રાજપૂત પાસે ઉમર્દા બ્લોકના ગુંદાહા ગામમાં 23 વીઘા જમીન છે
કિરણ કુમારીએ ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને પોતાનું હથિયાર બનાવીને વર્ષ 2016માં વોટર ફ્લોટેશન સ્કીમ હેઠળ પ્રશાસન પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા. 23 વીઘા જમીનમાં તળાવનું કામ શરૂ કરવા માટે લગભગ 11 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તળાવની મધ્યમાં એક વીઘા આઈલેંડ બનાવવામાં આવ્યો હતો. તેણે આંબા, જામફળ, કેળા, પપૈયા, ડ્રમસ્ટીકના ઝાડ અને ફૂલો વાવીને બગીચો બનાવ્યો હતો. પાણીની વચ્ચે બનેલો આઈલેંડ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને અહીં લોકો ફરવા આવવા લાગ્યા છે લોકો આઈલેંડમાં ફરતા ફરતા વોટિંગ પણ કરે છે.
કિરણની તબિયત ખરાબ હોવાથી હવે આ આઈલેંડની દેખભાળ પુત્ર શૈલેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે. શૈલેન્દ્ર કહે છે કે તળાવમાં કતલ, નૈન, ચાઈના ફિશ, સીલન, ગ્રાસ કટર અને સિલ્વર ફિશ છે. માછલી અને ફળો વેચીને દર વર્ષે આશરે 20થી 25 લાખની આવક થાય છે જેમાં તેઓ લગભગ 5થી 7 લાખની બચત કરે છે.
આ સિવાય શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા ગુગલ તરફથી પત્ર આવ્યો હતો. જેમાં તળાવની વચ્ચોવચ બનાવેલા આઈલેંડમાં ફળોના બગીચાના સુંદર નજારાની સાથે તેમના કાર્યના વખાણ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ગૂગલના કર્મચારીઓએ પણ વેબસાઈટમાં ફોટા અપલોડ કર્યા અને ગૂગલે પણ તેની માતા કિરણને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન