GSTV
Bollywood Entertainment Trending

કન્નડ એક્ટર ચેતન કુમારની બેંગલુરુમાં કરાઈ ધરપકડ, હિન્દુત્વને લઈને કર્યા હતા આવા વિવાદિત ટ્વિટ

કન્નડ ફિલ્મોમાં કામ કરતા અભિનેતાને વિવાદ સાથે જૂનો નાતો છે. હંમેશા તે પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતો હોય છે. કન્નડ અભિનેતા ચેતન કુમાર કોઈ અલગ ઓળખના મોહતાજ નથી. પંરતુ વિવાદિત ટ્વિટ કરવાને પગલે તે ચર્ચામાં આવ્યો છે. ચેતન કુમારે હિન્દુ ધર્મના અસ્તિત્વને ખોટું બતાવતા ટ્વિટ કરી હતી. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી છે.   

પોલીસે એક્ટરની ધરપકડ કરી

ચેતન કુમારને હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. વાસ્તવમાં, 20 માર્ચ, સોમવારે ચેતન કુમારે તેમના આધિકારીક ટ્વિટર હેન્ડલ પર હિન્દુ ધર્મને લઈને એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે.

આ ટ્વીટમાં ચેતન કુમારે લખ્યું કે- હિન્દુત્વ સંપૂર્ણ જૂઠાણા પર બનેલું છે. સાવરકર – ભારતીય રાષ્ટ્રની શરૂઆત ત્યારે થઇ જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા – અસત્ય, 1992 માં બાબરી મસ્જિદ રામજન્મભૂમિ છે – એક જૂઠ,  2023 ઉરીગોડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે – અસત્ય, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે હા- સત્ય સમાનતા છે.

હિન્દુ ધર્મ વિરુદ્ધના આ વિવાદાસ્પદ શબ્દોના કારણે હવે કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની મંગળવારે બેંગલુરુની શેષાદ્રિપુરમ પોલીસે ધરપકડ કરી છે.

 આ પહેલા પણ ચેતન કુમાર હિંદુ ધર્મને લઈને પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહ્યા હતા. હાલમાં ચેતન કુમારના આ ટ્વીટનો હિન્દુ સંગઠન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બજરંગ દળના નેતાએ ચેતન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે ચેતન પહેલાથી જ આવા જ વિવાદમાં જામીન પર બહાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV