GSTV
Gujarat Government Advertisement

ભૂલમાંથી શીખે તે બીજા AMC નહીં, 2019 માં કાંકરીયા રાઇડ્સ દુર્ઘટનામાં બે લોકોનો ભોગ લેનાર સુપર સ્ટાર કોન્ટ્રાકટરને ફરી આપ્યો કોન્ટ્રાકટ

Last Updated on October 22, 2020 by

કોઇપણ વ્યકિત બીજાનો જીવ જાય તેવી ભૂલ કરે તો શું એ વ્યકિતને બીજી વખત એ કામ સોંપવું જોઇએ જેથી લોકોનો જીવ જોખમમાં મૂકાય. આ સરળ સવાલનો દરેક લોકો માટે એક જ જવાબ હોય કે આવી વ્યકિતને બ્લેક લિસ્ટ જ કરવો જોઇએ. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાને જાણે લોકોના જીવની કોઇ પરવાહ ન હોય તેમ કાંકરીયામાં જે કોન્ટ્રાકટરના રાઇડથી દુર્ઘટના સર્જાઇ હતી તે જ સુપર સ્ટાર કોન્ટ્રાકટરને વસ્ત્રાપુર તળાવ ખાતેની 16 રાઇડ ચલાવાની કામગીરી સોંપી દેવાઇ..

14 જુલાઇ 2019ના રોજ કાંકરીયા ખાતે રાઇડ્સ તૂટી હતી જેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે 29 લોકોને ઇજા પહોંચી હતી એજ રાઇડસનો સંચાલક છે સુપર સ્ટાર. હવે એજ સુપર સ્ટાર કોન્ટ્રાકટરને સ્ટેન્ડિંગ કમિટીમાં કોન્ટ્રાકટ આપી દેવાયો. જેથી હવે વસ્ત્રાપુર ખાતે જે રાઇડ્સ ચાલશે એ એજ બેદરકાર કોન્ટ્રાકટરના નેજા હેઠળ ચલાવાશે. જેણે કાંકરીયામાં બે લોકોની જિંદગીને હણી નાખી હતી. સુપર સ્ટાર કોન્ટ્રાકટરને વસ્ત્રાપુર ખાતે જે 16 રાઇડ્સ ચલાવાની કામગીરી આપવામા આવી છે તેમાંથી 4 મોટી રાઇડ્સ અને 12 નાની રાઇડ્સ જેમાં બાળકો બેસી શકશે. એનો મતબલ એ થયો કે વસ્ત્રાપુર ખાતે જતા લોકો માટે 12 રાઇડ્સ એ કોન્ટ્રાકટરની હશે જે કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી બદલ કાંકરીયામાં બે માનવજિંદગી હણાઇ ગઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરી કરવી હોય તો વેક્સિનેશન ફરજિયાત

pratik shah

વસુંધરા ભારે પડશે/ રાજસ્થાનમાં એકલા કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ ડખો, દિલ્હીથી અરૂણ સિંહને દોડાવવા પડયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!