GSTV
Home » News » કાંકરિયાની ડિસ્કવરી રાઈડનો FSLનો રિપોર્ટ ચોંકાવનારો, દુર્ઘટના આ કારણે જ ઘટી

કાંકરિયાની ડિસ્કવરી રાઈડનો FSLનો રિપોર્ટ ચોંકાવનારો, દુર્ઘટના આ કારણે જ ઘટી

રવિવારે અમદાવાદના કાંકરીયામાં ડિસ્કવરી રાઇડ તૂટવાની ગંભીર ઘટનાની એફએસએલ તપાસ કરાઇ. આ તપાસમાં કેટલાક એવા તથ્યો સામે આવ્યા છે જે આ દુર્ઘટના પાછળ જવાબદાર હોય શકે છે. આખરે શું છે એફએસએલ રિપોર્ટનું તારણ જોઇએ આ અહેવાલમાં

  • અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ગંભીર ઘટનાની તલસ્પર્શી તપાસ આદરાઇ
  • તપાસમાં એફએસએલે એવું તારણ કાઢ્યું કે ડિસ્કવરી રાઇડમાં જે મટિરીયલનો ઉપયોગ થયો હતો કે એકદમ હલકી કક્ષાનું હતું.
  • જેથી હવે આ મામલે ACP-K ડિવિઝનના નેજા હેઠળ તપાસનો દૌર તેજ થશે.
  • ACP-K ડીવીઝનની સ્ક્વોડ તથા મણિનગર પોલીસ સંયુક્ત કક્ષાના અધિકારીઓ હવે આ સમગ્ર મામલે તપાસ કરશે.
  • એફએસએલની ટીમે રાઇડ તૂટવાની ઘટના બાદ વિવિધ કક્ષાએ તપાસ કરી.

જેમાં  એફએસએલની મદદથી પોલીસે રાઇડ્સની પહોળાઈ અને લંબાઈ તથા વજનના તારણો કાઢ્યા. એફએસએલના રિપોર્ટ મુજબ ડિસ્કવરી રાઇડ્સનું કુલ વજન 23 હજાર કિલો હતું. જ્યારે રાઇડ્સનો જે ભાગ તૂટી ગયો હતો તેનું વજન 11 હજાર કિલો હતું. 12 હજાર કિલો વજન સીટિંગ એરિયાનું હતું.  ડિસકવરી રાઇડમાં ગિયર બોક્ષ જર્મની બનાવટનું છે. તથા નીચેનો ભાગ ભારતીય બનાવટનો છે. રાઇડના અન્ય ભાગોને અમદાવાદ લાવી એસેમ્બલ કરવામાં આવ્યા હતા. રાઇડના અંદરના ભાગોમાં કલર કરાયો હોવાનું સામે આવ્યું.

  • એફએસએલના પ્રાથમિક રિપોર્ટના તારણો અને સૂચનોના આધારે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
  • હવે આ મામલે વીજ કંપની અને ધાતુશાસ્ત્રી સહિતના વિવિધ નિષ્ણાતો અને એજન્સીઓની મદદ લેવામાં આવશે.

ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરનાર તથા લાયસન્સ આપનાર સહિતના વિભાગો અને અધિકારીઓની ભૂમિકાની તપાસ થશે અને ત્યારબાદ જરૂરીયાત મુજબ તેમની પૂછપરછ થશે.

READ ALSO

Related posts

1947 પહેલા લાહોરમાં રહેતો હતો અરૂણ જેટલીનો પરિવાર, વિભાજન બાદ આ જગ્યાએ થયા હતા સ્થાયી

Mayur

અરૂણ જેટલીનાં જીવન સાથે જોડાયેલી 10 ખાસિયતો, જે તેમને બનાવે છે સૌથી અલગ નેતા

Riyaz Parmar

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!