GSTV
Home » News » કાંકરિયા રાઈડ દુર્ઘટના મામલે ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

કાંકરિયા રાઈડ દુર્ઘટના મામલે ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

અમદાવાદના કાંકરિયામાં રાઈડ દુર્ઘટનાને લઈને આખરે તંત્ર એલર્ટ બન્યુ છે. અને વિધાનસભાના ચોથા માળે રાઈડ દુર્ઘટના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. રાઈડ દુર્ઘટના મુદ્દે એફએસએલ રિપોર્ટ પ્રમાણે કાટ લાગવાથી પાઈપ નબળી થઈ હતી. તે અંગેની પ્રદિપસિંહ જાડેજાને અધિકારીઓએ રજૂઆત કરી છે.

એફએસએલ રિપોર્ટ પ્રમાણે રાઈડનું મટિરિયલ ભારે વજન સહન કરી શકે તેવુ ન હતુ. બેઠકમાં ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરોના પેટા સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા થઈ હતી.  બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તકનીકી માપદંડ સ્થાપિત કરે છે. રાઈડ મેન્યુફેક્ચર, મેન્ટેનન્સ, ઓપરેશન, પર્ફોમન્સ ટેસ્ટ કડક અમલ થવું જોઈએ,  રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ આ સ્ટાન્ડર્ડ આધારે સર્ટીફીકેટ ઈશ્યુ કરે છે. પોલીસ વિભાગના લાઇસન્સ પ્રક્રિયામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો અમલ કરવામાં આવશે.

આજની બેઠકમાં જરૂરી સુચનો પણ લેવાયા છે. જેમાં સેલ્ફ ઇન્ફેક્શન પોલિસીમાં સુધારા લાવવા જોઈએ મહાપાલિકા દ્વારા રાઈડની તકનીકી ચકાસણી થવી જોઈએ. અને મ્યુનિસિપલ કમિશનરે રાઈડની તકનીક ચકાસણી કરવાની વ્યવસ્થા ઉભી કરવાનુ પણ સૂચન કર્યુ છે. આ સિવાય મહાપાલિકા દ્વારા એક નવી ટેકનિકલ ટીમ ઉભી કરવા પણ વિચારણા થઈ છે. આ બેઠકમાં પોલીસ ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ હાજર રહ્યા આ સિવાય અમદાવાદ મહાપાલિકાના કમિશનર વિજય નહેરા, ગૃહવિભાગન અગ્ર સચિવ, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!