તો અમદાવાદના કાકરિયા-મણીનગર રોડ પર રામબાગ નજીક બુધવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું.
આ ઘટના રામબાગ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન સ્વામીનારાયણ મંદિરની સામે બની. જેમાં કોઇ અજાણ્યો વાહન ચાલક મહિલાને અડફેટે લઇને ફરાર થઇ ગયો. આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી હતી. પોલીસને આશા છે કે આસપાસના સીસીટીવી પરથી વાહનચાલકનો તાગ મેળવી શકાશે.