GSTV

કાંકરિયા રાઈડ દુર્ઘટના/ જવાબદાર કોન્ટ્રાક્ટર પર તંત્રને ભારોભાર પ્રેમ, હવે વસ્ત્રાપુર લેકનો કોન્ટ્રાક્ટ આપવા વિચારણા

વર્ષ 2019માં અમદાવાદ શહેરમાં કાંકરીયા ખાતે બે લોકોનો જીવ લેનારી રાઈડ્સના કોન્ટ્રાક્ટરને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે બે લોકોનો જીવ લેનારા સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ઓવારી ગઈ અને તેને વસ્ત્રાપુર લેક ખાતે ચાર મોટી રાઈડ સહિત કુલ 16 રાઈડનું કામ સોંપાયુ છે. વસ્ત્રાપુરમાં સ્વિંગ ચેર, કેટર પીલર, ઓક્ટોપસ અને બમ્પર કાર જેવી મોટી રાઇડ મુકવાની રજૂઆત થઇ છે. જ્યારે નાના બાળકો માટેની 12 રાઇડમાં સ્મોલ ડ્રોપ ટાવર, મીની એન્જિન, મીની વોટર સહિતની ગેમનો સમાવેશ થાય છે.

બે લોકોનો જીવ લેનારી રાઈડ્સના કોન્ટ્રાક્ટરને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

અમદાવાદ મહાપાલિકાના સત્તાધિશોને કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરને વસ્ત્રાપુર લેક ખાતે નવી કામગીરી સોપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. ત્યારે કાંકરિયા રાઈડ્સ દુર્ઘટનાનો ભોગ બનનારો પરિવાર ચિતિંત બન્યો છે.તેઓ કહ્યુ કે, જો તે જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવશે તો તે અમારી સાથે જે થયું તે બીજા સાથે થશે.

અમારી સાથે જે થયું તે બીજા સાથે થશે

નોંધપાત્ર છે કે આ દુર્ઘટનામાં તીર્થ ભાવસાર નામના યુવાને 2019માં થયેલી કાંકરિયા રાઈડ્સ દુર્ઘટનામાં એક પગ ગુમાવ્યો હતો. જ્યારે બીજા પગમાં  પાંચ ઓપરેશન કરાવ્યા છે. અકસ્માતનો ભોગ બનનારા યુવકે કહ્યુ કે તંત્ર દ્વારા કોઈ વળતર આપવામાં આવ્યુ નથી. તંત્ર દ્વારા કૃત્રિમ પગ લગાવવાની પ્રક્રિયા ચાલુ છે. અને તમામ ખર્ચ પરિવાર ભોગવતો હોવાની પણ પરિવારજનોએ વ્યથા વ્યક્ત કરી.

READ ALSO

Related posts

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Nilesh Jethva

અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ દરમિયાન બીઆરટીએસ આટલા વાગ્યા સુધી જ ચાલુ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!