GSTV
India News Trending લોકસભા ચૂંટણી 2019

‘લોકોને જબરદસ્તી PAK મોકલનારા મંત્રીએ બેગૂસરાયને કહ્યું વણક્કમ’ કનૈયા કુમારે ગિરિરાજસિંહ પર કશ્યો ગાળીયો

kanhaiya kumar

લોકસભાની ચૂંટણીમાં આ વખતે બિહારની બેગૂસરાય બેઠક પર સૌની ખાસ નજર છે. ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજસિંહની સામે સીપીઆઈમાંથી જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારે ઉમેદવારી નોંધાવી છે.

ગિરિરાજસિંહ તેમની બેઠક બદલાતા નારાજ છે તો કનૈયા કુમારે પણ ગિરિરાજ પર નિશાન તાકીને ટ્વીટ કર્યું કે લોકોને જબરદસ્તી પાકિસ્તાન મોકલનારા પાકિસ્તાન ટુર એન્ડ ટ્રાવેલ્સ વિભાગના વીઝા પ્રધાનને નવાદાથી બેગૂસરાય મોકલાતા દર્દ થયું છે. મત્રીજીએ તો કહી દીધું બેગૂસરાયને વણક્કમ, કનૈયાકુમારનું આ ટ્વીટ વાયરલ થઈ રહી છે. 

બિહારમાં નવાદા બેઠકને બદલે બેગૂસરાય બેઠક પરથી ગિરિરાજસિંહને ટિકિટ આપવામાં આવી

મહત્વનું છે કે, બિહારમાં નવાદા બેઠકને બદલે બેગૂસરાય બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમને ફરીથી વ્યથા ઠાલવી. તેમણે કહ્યું કે પક્ષના નિર્ણયથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. મને પૂછ્યા વગર જ બેઠક બદલી દેવાઈ. તેમણે પક્ષ સામે સવાલ પણ કર્યો કે પાર્ટી નેતૃત્વએ જણાવવુ જોઈએ કે આમ કેમ કરવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતાના આત્મ સન્માન સાથે કોઈ સમજૂતી નહી કરે.

સૂત્રોની માહિતી મુજબ ટિકિટ ફાળવણી પહેલા ગિરિરાજસિંહના દિલ્હી સ્થિત નિવાસ પર ભાજપના બિહાર પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય અને બિહાર ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા. જોકે ગિરિરાજસિંહે બંને નેતાઓને કોઈ ખાતરી આપી ન હતી.

માનવામાં આવી રહ્યું છે કે નવાદા બેઠક એલજેપીના ખાતામાં જવાથી ગિરિરાજને ખાલી પડેલી બેઠક બેગૂસરાયની ટિકિટ આપવામાં આવી છે. ભાજપના નેતા ભોલાસિંહના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. મહત્વનું છે કે બેગુસરાય બેઠક પર ગિરિરાજની સામે સીપીઆઈની ટિકિટ પરથી યુવા નેતા કનૈયાકુમારને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV