GSTV

BJPને ટક્કર આપવા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન: તૈયાર કરી રહ્યા છે યુવાન ટીમ, કનૈયા કુમાર શામેલ થાય તેવી અટકળો

Last Updated on September 17, 2021 by Pravin Makwana

જવાહર લાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈંડિયાના નેતા કનૈયા કુમાર કોંગ્રેસમાં શામેલ થાય તેવી પુરેપુરી શક્યતા છે. વિગતો મળી રહી છે કે, તે ટૂંક સમયમાં કોંગ્રેસનું સભ્યપદ લઈ શકે છે. કનૈયાને રાહુલ ગાંધી રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વની ભૂમિકા આપી શકે છે. કહેવાય છે કે, કનૈયા સતત કોંગ્રેસના સંપર્કમાં છે.

સમાચાર એજન્સીએ પાર્ટીના સૂત્રોના હવાલેથી જણાવ્યુ હતું કે, કનૈયા કુમાર કોંગ્રેસના સંપર્કમાં છે. સૂત્રોએ કહ્યુ છે કે, કનૈયા કુમાર બિહારમાં પાર્ટીનો મુખ્ય ચહેરો રહેશે અને તેમના માટે રાષ્ટ્રીય ભૂમિકા પણ હશે. તેમણે જાણકારી આપી છે કે, કુમારે હાલમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને આ મુદ્દા પર ચર્ચા કરી હતી. કનૈયાના નજીકના લોકો પાસેથી જાણવા મળ્યુ છે કે, તે કેટલીય વખત રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ચુક્યા છે. પાર્ટીમાં તેની ભૂમિકાને લઈને ચર્ચાઓ અંતિમ પડાવમાં છે.

કહેવાય છે કે, પાર્ટી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક રાષ્ટ્રીય આંદોલનની રણનીતિ બનાવી રહી છે. તેમના માટે પ્રભાવશાળી યુવાનોની ઓળખાણ થઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના જનાધારને ટક્કર આપા માટે રાહુલ ગાંધી યુવા નેતાઓની ટીમ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે જિતિન પ્રસાદ અને સુષ્મિતા દેવ પાર્ટીને છોડી ચુક્યા છે. પ્રસાદે પણ ભાજપને ખેસ ધારણ કરી દીધો, તો દેવ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી ટીએમસીમાં જોડાઈ ગયા.

જો કે, કનૈયા કોંગ્રેસમાં આવે તે વાતથી પાર્ટીના અમુક નેતાઓ ખુશ નથી. અમુક નેતાઓનું માનવુ છે કે, જેએનયુમાં લગાવેલા નારાથી કનૈયા જો પાર્ટીમાં આવશે, તો તેનાથી નુકસાન થશે. 2019માં કનૈયા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઊભો હતો, પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!