GSTV
Bollywood Entertainment Trending

કંગના રનૌતના 35મા જન્મદિવસે જાણીએ તેમના જીવન અને સંઘર્ષ વિશે, આ રીતે બની છે સ્ટાર

કંગના રનૌત આજે બોલીવૂડનો જાણીતો ચહેરો છે પણ એક સમયે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. કોન્ટ્રોવર્સીમાં રહેતી કંગના સફળતા, જીદ અને ઝનૂનની વાર્તાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે.સિલ્વર સ્ક્રીન પર જુદા-જુદા ચરિત્રોનો સશક્ત રોલ ભજવીને પોતાના અભિનયની અમીટ છાપ છોડનારી કંગના બોલીવૂડની હાઈએસ્ટ પેઈડ હિરોઈનમાંથી એક છે. તે એક સફળ એક્ટ્રેસની સાથોસાથ ફિલ્મમેકર પણ બની ગઈ છે. ક્યારેક ભૂખ્યા પેટે સૂવાવાળી આ એક્ટ્રેસની સફળતા આશ્ચર્યજનક છે.

સામાજીક અને રાજનૈતિક મુદ્દા પર નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય

23 માર્ચ 1987માં હિમાચલ પ્રદેશના ભાંબલા ખાતે જન્મેલી આ અભિનેત્રી બાળપણથી જ પોતાના સપનાંઓને લઈને ઝનૂની હતી. ‘ક્વીન’, ‘પંગાગર્લ’ના નામથી જાણીતી કંગના ભલે આજે સફળતાના શિખર પર હોય પણ ‘ક્વીન’ બનવાનો રસ્તો અઘરો હતો. તે સામાજીક અને રાજનૈતિક મુદ્દા પર નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય આપે છે.

કંગનાના પિતા અમરદીપ રનૌત તેને ડોક્ટર બનાવવા માગતા હતા પણ કંગના એક્ટિંગ અને મોડેલિંગની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માગતી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે 12માં ધોરણમાં ફેઈલ થઈ ગઈ હતી તેથી માતા-પિતા જોડે ઝગડો કરીને દિલ્હી આવી ગઈ હતી. તે માત્ર 16 વર્ષની હતી ત્યારે ઘર છોડી દીધું હતું. દિલ્હીમાં કંગનાએ મોડેલિંગથી કરિયરની શરૂઆત કરી તે દિવસો મુશ્કેલીભર્યા હતા. કેટલીયવાર તેને માત્ર બ્રેડ અથવા રોટલી-અથાણું ખાઈને ગુજારો કરવો પડતો હતો.

ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું

કંગનાના પિતા તેના મોડેલિંગ અને ફિલ્મમાં કામ કરવાના વિરોધમાં હોવાથી તેને ઘરેથી કોઈ નાણાકીય મદદ મળતી નહોતી. બંને વચ્ચે મતભેદ ખૂબ વધી ગયા હતા. પોતાના સપનાઓનું મુકામ હાંસલ કરવા દિલ્હી પછી કંગના મુંબઈ તરફ વળી હતી. કંગનાએ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મ મળવાનો કિસ્સો પણ ફિલ્મી છે. અનુરાગ બાસુએ એક કેફેમાં કંગનાને કોફી પીતા જોઈ અને વેઈટર દ્વારા તેને એક કાગળ મોકલ્યો, જેમાં લખ્યું હતું કે શું તે એક્ટિંગમાં રસ ધરાવે છે અને ત્યાં જ ઓડિશન માટે ઓફર આપી દીધી.

પોતાની પહેલી ફિલ્મથી બતાવી દીધું કે આવનારો સમય તેનો જ છે

કંગનાએ પણ અનુરાગની પારખું નજરને નિરાશ કર્યા વગર પોતાની પહેલી ફિલ્મથી બતાવી દીધું કે આવનારો સમય તેનો જ છે. બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા પછી તેને પાછળ વળીને જોવું પડ્યું નથી. ‘ક્વીન’, ‘પંગા’, ‘ફેશન’, ‘તનુ વેડસ મનુ’, ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’, થલાઈવી જેવી મહિલા પ્રધાન ફિલ્મોમાં સશક્ત અભિનય દેખાડીને કંગનાએ બતાવ્યું છે કે પોતાના દમ પર ફિલ્મોને સફળ બનાવવાની તાકાત તેનામાં છે. કંગનાએ તેની મહેનત અને ક્ષમતાના બળે નેશનલ ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રી જેવા સર્વોચ્ય નાગરિક સન્માન મેળવ્યા છે. કંગના પડદા પર હોય કે રોજબરોજના જીવનમાં, નીડર, નિર્ભય, સ્પષ્ટવક્તા છે. તે એનું મન કરે તે જ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા

pratikshah

સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું

Damini Patel

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah
GSTV