GSTV

કંગના કેસ: કોર્ટે BMCને પુછ્યુ- ‘શું અન્ય મામલાઓમાં પણ આટલી ઝડપી કાર્યવાહી કરી?’

કંગના

Last Updated on September 26, 2020 by Arohi

બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌતની ઓફિસની તોડફોડ અંગેના કેસમાં બીએમસી)ને પૂછ્યું હતું કે શું તેઓ ગેરકાયદે બાંધકામના અન્ય કેસોમાં  પણ આટલી જ ઝડપથી કામ કર્યું જેમ કંગના રનૌતના બંગલામાં કાર્યવાહી કરી હતી. જસ્ટિસ એસ. જે. કથાવાલા અને જસ્ટિસ આર.આઇ. ચાગલાની બેંચે  નવમી સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કંગનાના બંગલાના ભાગને તોડી પાડવાની વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી.

ફક્ત 24 કલાકનો સમય આપ્યો

બોલિવૂડ અભિનેત્રી કંગના તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે, બીએમસીએ નોટિસનો જવાબ આપવા માટે ફક્ત 24 કલાકનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે બીએમસીએ જવાબ આપવા માટે પૂરતો સમય આપ્યા વગર જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સરાફે કહ્યું કે કંગનાના બંગલામાં ગેરકાયદેસર બાંધકામની વિગતો બીએમસીના રિપોર્ટમાં નથી જોકે તે જણાવવું ફરજિયાત છે. વકીલે કાર્યવાહીના સમય અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ‘સંજય રાઉતે આઠમી સપ્ટેમ્બરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કાયદો શું છે? કંગનાને પાઠ ભણાવવાની જરૂર છે.’

કંગના

કંગના અને શિવસેના વચ્ચે તલવાર ખેંચાઈ

કંગનાએ આલોચનાત્મક ટિપ્પણી કરી ત્યારથી જ તેની અને શિવસેના વચ્ચે તલવાર ખેંચાઈ ગઈ છે અને બીએમસી પર શિવસેનાને કબ્જો કરી રહી છે. સરાફે કહ્યું, ‘તે જ દિવસે બપોરે સાડા ત્રણ વાગ્યે બીએમસીના અધિકારીઓ નિરીક્ષણ માટે બંગલા પર પહોંચ્યા હતા. નવમી સપ્ટેમ્બરના રોજ ડિમોલિશનનો હુકમ થયો હતો અને બંગલાના પ્રવેશદ્વાર પર 10.34 વાગ્યે સંબંધિત નકલ પેસ્ટ કરવામાં આવી હતી જ્યારે BMCના અધિકારીઓ બંગલાની બહાર 10.19 વાગ્યે ડિમોલિશનના સાધનો સાથે હાજર હતા.’

અન્ય કેસોમાં આટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી?

બેંચે BMC વતી ઉપસ્થિત વરિષ્ઠ એડવોકેટ અસ્પી ચિનોયને પૂછ્યું કે આઈડેન્ટિટી રજિસ્ટર પર કથિત અનિયમિતતા નોંધાઈ છે કે કેમ. જ્યારે બીએમસીના વકીલે કબૂલાતમાં જવાબ આપ્યો ત્યારે બેંચે કહ્યું, ‘અમે જાણવા માગીએ છીએ કે અન્ય કેસોમાં (આઈડેન્ટિટી રજિસ્ટર) આટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ.’ ત્યારબાદ ન્યાયાધીશ કથાવાલાએ કોમેન્ટ કરી હતી કે શું ડિમોલિશન તે જ રીતે થયું જેવી રીતે પ્રદીપ થોરાટના ગ્રાહક (સંજય રાઉત)ની ઇચ્છા હતી.

Read Also

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!