GSTV
Gujarat Government Advertisement

હાથરસ ગેંગરેપ પર કંગના થઈ ગુસ્સે, કહ્યું- દુષ્કર્મીઓને આપો આવી સજા

ગેંગરેપ

Last Updated on September 30, 2020 by Arohi

હાથરસ ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષીય દલિત યુવતીનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. બે સપ્તાહ અગાઉ દુષ્કર્મીઓએ તેની બળાત્કાર ગુજાર્યો હતો. સ્થિતિ વધુ વણસી ગયા બાદ સોમવારે સાંજે તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં મંગળવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યની તમામ વિપક્ષી પાર્ટીઓએ આ મામલે યોગી સરકાર ઉપર જોરદાર પ્રહારો કર્યા છે, ત્યારે અભિનેત્રી કંગના રનૌતે પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

ગેંગરેપ

દુષ્કર્મીઓને આપો આવી સજા

અભિનેત્રી કંગના રનૌતે ટવિટ કર્યું છે કે, ‘આ દુષ્કર્મીઓને જાહેરમાં ગોળી મારી દેવી જોઈએ. આ સામૂહિક દુષ્કર્મનું શું સમાધાન છે, જેની સંખ્યામાં દર વર્ષે વધારો થતો જઈ રહ્યો છે. આ દેશ માટે કેટલો દુખદ અને શરમજનક દિવસ છે. અમે શરમિંદા છીએ કારણ કે અમે અમારી પુત્રીનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા.’

અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ હતી પીડિતા

ઉલ્લેખનીય છે કે પીડિતા છેલ્લા બે સપ્તાહથી અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ હતી. ત્યાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાને કારણે તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે.

ગેંગરેપ

ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા હદથી વધારે બગડી ગઈ

આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા હદથી વધારે બગડી ગઈ છે. સ્ત્રીઓની સલામતીનું નામોનિશાન નથી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું કે, ‘હાથરસના ગેંગરેપ અને ક્રૂરતાનો ભોગ બનેલી લાચાર દલિત પુત્રીએ આખરે તેનો જીવ ગુમાવ્યો. બસપા પ્રમુખ માયાવતીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ગુનેગારોને જલ્દીથી જલ્દી સજાની માગણી કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!