GSTV
Home » News » Photo: કંગનાને મળ્યું સરપ્રાઈઝ GIFT, સ્ટાફ સાથે આ રીતે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ

Photo: કંગનાને મળ્યું સરપ્રાઈઝ GIFT, સ્ટાફ સાથે આ રીતે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ

બોલીવુડ ક્વીન કંગનાએ ૨૩ માર્ચે પોતાનો ૩૧મો જન્મદિવસ ઉજવ્યો હતો. કંગનાના નવા ઘરના સ્ટાફે તેણે સરપ્રાઈઝ કેક આપ્યી કંગનાના જન્મદિવસને સ્પેશિયલ બનાવ્યો હતો.

Kangana Ranaut

પોતાના મનાલીના બંગલા પર તેણે પોતાના ૩૧માં જન્મદિવસની ઉજવણી કરી અને તેણે પોતાને જ ૩૧ છોડ ગિફ્ટ કર્યા હતા.

Kangana Ranaut

જન્મદિવસના ફોટો કંગનાના ફેન ક્લબ દ્વારા શેયર કરવામાં આવી હતી. કંગનાએ પોતાના આ ખાસ દિવસને ફેમિલી અને ફ્રેન્ડસ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

કંગનાના ફેન પેજ દ્વારા શેયર કરવામાં આવેલા ફોટોમાં તે પોતાના સ્ટાફ સાથે કેક કાપતી નજરે પડે છે. કંગનાને સરપ્રાઈઝમાં આપવામાં આવેલી કેક તેના બંગલાના આકારની જ રાખવામાં આવી હતી. કંગના થોડા દિવસો પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ હતી.

કંગનાની બહેન રંગોલીએ પોતાના Twitter પર કંગનાના અમુક ફોટા શેયર કર્યા હતા જેમાં કંગના છોડ રોપતી નજરે પડે છે. રંગોલીએ આ ફોટો શેયર કરતા નીચે લખ્યું હતું કે ‘પોતાના જન્મદિવસ પર આપડી ક્વીને પોતાના માટે એક લીલું પ્લેનેટ તૈયાર કર્યુ છે. ભગવાન કરે તું લાંબુ અને સુંદર જીવન જીવે.’

कंगना रनौत

જાણવા મળ્યું છે કે કંગનાએ જન્મદિવસ નિમિતે પોતાના માટે એક પિયાનો પણ ખરીદ્યું છે.17 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી મુંબઈ આવ્યા બાદ કંગનાએ બોલીવુડમાં મુકામ હાસલ કરવા સખત મહેનત કરી છે. તેણે મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગેંગસ્ટર’ દ્વારા બોલીવુડમાં પહેલો બ્રેક મળ્યો હતો.તમને જાણવી દઈએ કે કંગના થોડા સમયમાં ‘મણીકર્ણિકા’ નામની ફિલ્મમાં જોવા મળશે આ ફિલ્મમાં તે ઝાંસીની રાણીનો રોલ કરી રહી છે.

Related posts

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah

હાઉસફુલ-4નું નવું પોસ્ટર થયું રિલીઝ, અભિનેતા રણજીતનો અનોખો અંદાઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!