GSTV
Home » News » જુઓ કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઑફ ઝાંસી’નો ફર્સ્ટલુક

જુઓ કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઑફ ઝાંસી’નો ફર્સ્ટલુક

કંગના રાણાવતની બહુ ચર્ચીત ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનું પોસ્ટર ગઈ કાલે રીલિઝ થયું હતુ. તેમણે આ પોસ્ટર માટે બહુ સાચો સમય પસંદ કર્યો હતો. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર ગઈ કાલે સ્વતંત્રતા દિવસનાં રોજ રજુ થયું હતુ. પોસ્ટરમાં જોઈ શકાય છે કે ઘોડા પર બેસીને રાણી લક્ષ્મીબાઈ યુધ્ધ કરી રહી છે. જેને ફિલ્મસર્જક ઉપરાંત ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શએ પણ પોતાનાં સોશિયલ મીડિયા અકાઉંટ પર શેર કર્યુ હતુ.

ફિલ્મ ભારતની સ્વાતંત્રય સેનાની રાણી લક્ષ્મીબાઈ એ અંગ્રેજો સામે કરેલાં પ્રતિકારની વાત છે. તેમાં અંકિતા લોખંડે ઝલ્કાર બાઈ, અતુલ કુલકર્ણી તાત્યા ટોપે અને સોનુ સુદ સદાશિવની ભુમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મ જાન્યુઆરી 2019નાં રોજ રીલિઝ થઈ રહી છે. આ અંગે વાત કરાતાં તે કહે છે કે ફિલ્મ માટે મારે ઘોડેસવારી અને તલવારબાજી શીખવી પડી હતી.

તલવારબાજીની પ્રેક્ટિસ મારે કલાકો સુધી કરવી પડી હતી. તેમજ એક વખત આખો દિવસ ઘોડેસવારી કરતાં મને તાવ આવી ગયો હતો. તેઓ ખરેખર એક મહાન સેનાની હતા. હું તેમની મહાનતાની ક્યાંય પણ નજીક પણ નથી. આમ તેણે કહ્યુ હતુ. અભિનેત્રી છેલ્લે સિમરન ફિલ્મ કે જેને હંસલ મેહતાએ ડિરેક્ટ કરી હતી. તેમાં જોવાં મળી હતી. આ સીવાય પણ અભિનેત્રી ક્વીન, ફેશન, તનુ વેડસ મનુ જેવી અર્થસભર ફિલ્મો કરી ચુકી છે.

Related posts

57વર્ષના ટોમ ક્રૂઝે પોતાના એક્શનથી કર્યા ફેન્સને હેરાન, ટોપ ગન મેરવિકનો એક એક સીન છે અસલી

Kaushik Bavishi

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi

આશિકી ફેમ રાહુલ રોયની 4 વર્ષ પછી પડદા પર પાછા ફરશે, ફિલ્મમાં આવશે નજર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!